પ્રતાપગઢ(Pratapgadh)માં નેશનલ હાઈવે-56 પર પિકઅપ(Pickup) સાથેની ટક્કરમાં બાઇક સવાર માતા-પુત્રી સહિત ત્રણના મોત નીપજ્યા હોવાનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. અકસ્માત(Accident)માં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાસ વાત એ છે કે, પાંચ લોકો બાઇક પર બેસીને લગ્નમાં જઈ રહ્યા હતા. ધમોતર (Dhamotar) પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં રવિવારે રાત્રે આ અકસ્માત થયો હતો.
ધમોતર એસએચઓ મોહમ્મદ મુનશીએ જણાવ્યું કે, જગદીશ (32), તેની પત્ની શાંતિ બાઈ (24), પુત્ર મહેન્દ્ર (8), પુત્રી સુમિત્રા (7) અને સંબંધી મહિલા તમુ બાઈ (45) એક જ બાઇક પર લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયન, હાઇવે પરથી રોડ ક્રોસ કરતી વખતે બાઇકને પુરપાટ ઝડપે આવતા પીકઅપે ટક્કર મારી હતી. અથડામણને કારણે બાઇક પર સવાર પાંચે જણા નીચે પડી ગયા હતા.
આ અકસ્માતમાં શાંતિબાઈ, તેની પુત્રી સુમિત્રા અને સંબંધી તમુ બાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ જગદીશ અને તેના પુત્ર મહેન્દ્રને સારવાર માટે પ્રતાપગઢ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ પિતા-પુત્રને ઉદયપુર રીફર કરવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પીકઅપ ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. સ્પીડ વધુ હોવાને કારણે તે કાર પર કાબૂ રાખી શક્યો નહોતો. લોકોનું કહેવું છે કે, ટક્કર બાદ બાઇકમાં આગ લાગી હતી. આગમાં બાઇક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.