હાલમાં એક ખુબ ચોંકાવનાર ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. સોનાની દાણચોરી કરવા માટે તસ્કરો અનેકવિધ તરકીબો અજમાવતા હોય છે. જો કે, ગુપ્તાંગમાંથી સોનાની દાણચોરીની ચોંકાવનાર ઘટના મુંબઈમાંથી સામે આવી છે. મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે, NCB દ્વારા એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવેલ કુલ 3 કેનિયન મહિલાઓના ગુપ્તાંગમાંથી અંદાજે 1 કિલો સોનું મળી આવ્યું છે.
આ મહિલાઓ દાણચોરીથી સોનું લાવી રહી છે એવી બાતમી મળતા મુંબઈ એરપોર્ટ ટર્મિનલ 2 પર તેમને આંતરવામાં આવી હતી. 17 ઓગસ્ટનાં રોજ CSMI એરપોર્ટ પર 3 મહિલા દોહાથી મુંબઈ આવી રહી હતી ત્યારે તેમના સામાનની તપાસ દરમિયાન તેમની પાસેથી કશું ન મળતા તેમની ઘટનાસ્થળ પર જ પૂછપરછ કરાઈ હતી.
આ દરમિયાન તેમની અંદર ભારે અસ્વસ્થતા જોવા મળતા છેવટે તબીબી મદદ માટે વિનંતી કરી હતી. આ પ્રમાણે તેમને હોસ્પિટલમાં લઈ જતા તબીબી દેખરેખ હેઠળ રખાઈ હતી. ત્રણેય મહિલાઓની તબીબી તપાસમાં સામે આવ્યું કે, તેમણે યોનિમાર્ગ તથા ગુદામાર્ગની અંદર કશુંક છુપાયેલું છે.
ડોકટરની દેખરેખ હેઠળ ત્રણેય મહિલાઓની પાસેથી કુલ 937.78 ગ્રામ સોનું ગુપ્તાંગમાંથી સામે આવ્યું હતું. એકસાથે કુલ 13 પેકેટ હતાં કે, જેમાં કુલ 17 સોનાના ટુકડા હતા. સોનાના ટુકડા 20 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના હતા. આરોપીઓ દ્વારા કંડોમની અંદર સોનું મૂકીને ગુપ્તાંગમાં છુપાવી દેવામાં આવ્યું હતું, મહિલાઓને મહેમૂદ ખુરેશા અલી (61), અબ્દુલ્લાહી અબ્દિયા અદાન (43) તેમજ અલી સાદિયા આલો (45) તરીકે ઓળખ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.