80 ટકા ફેફસા ડેમેજ હોવા છતાં આ મહિલાએ 97 વર્ષની ઉંમરે કોરોનાને હરાવ્યો- જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

સતત વધી રહેલા સંક્રમણને કારણે દિવસ દરીમિયાન આપણે કેટલાય અત્યંત દુઃખદ સમાચાર સાંભળતા હોઈએ છે જે સમાચાર આપણને માનસિક રીતે તકલીફ પહોચાડે છે. જયારે હોસ્પીટલમાં…

સતત વધી રહેલા સંક્રમણને કારણે દિવસ દરીમિયાન આપણે કેટલાય અત્યંત દુઃખદ સમાચાર સાંભળતા હોઈએ છે જે સમાચાર આપણને માનસિક રીતે તકલીફ પહોચાડે છે. જયારે હોસ્પીટલમાં સારવાર રહી રહેલા દર્દીઓ, સ્મશાનગૃહમાં મૃતદેહની લાગતી લાઈન, ઓક્સિજનની અછત અને હોસ્પીટલના બેડ ખૂટી પડવા વગેરે જેવા મોટા ભાગના સમાચાર લોકોની પરિસ્થિતિ અને વેદના જણાવે છે. આ અત્યંત દુખદ સમાચારોની વચ્ચે અમુક સારા સમાચાર પણ આપના દિલને ઠંડક આપતા હોય છે. જયારે અમે તમને એવા સમાચાર જણાવા જઈ રહ્યા છે જેમને લીધે તમને પણ ઉત્સાહ અને જોશ મળશે. 97 વર્ષીય વૃદ્ધ મહિલા કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફરે એનાથી વધારે ખુશી બીજી શું હોઈ શકે..!!

97 વર્ષીય વૃદ્ધ મહિલા જન્મદિવસે જ ઘરે પરત આવ્યા:-
ઇન્દોરમાં 97 વર્ષના વૃદ્ધ શાંતાબાઈ દુબે બુધવારના રોજ કોરોના સામેની જંગ જીતીને ઘરે પરત ફર્યા હતા. ખુશીની વાત તો એ છે કે એ દિવસે તેમનો જન્મદિવસ હતો અને સાથે રામનવમી પણ હતી. શાંતાબાઈનો જન્મ વર્ષ 1925 ને રામનવમીના દિવસે થયો હતો.

ફેફસામાં 80 ટકા ઈન્ફેક્શન:-
ઉજ્જૈનમાં રહેતા શાંતાબાઈને કોરોના સંક્રમણને કારણે ફેફસામાં 80 ટકા જેટલું ઈન્ફેક્શન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 8 એપ્રિલના દિવસે તેમને ઈન્દોરની ઇન્ડેક્સ હોસ્પીટલમાં ઓક્સીજન પર રાખવામાં હતા. આ વૃદ્ધ મહિલા પોતાની વિચારશક્તિ,ઉત્સાહ અને જોશના લીધે કોરોનાને મ્હાત આપીને ઘરે પહોચ્યા હતા.

ઉજ્જૈનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા:-
આ 97 વર્ષીય વૃદ્ધ મહિલાના પરિવારજનોએ જણાવતા કહ્યું હતું કે તેમની તબિયત લથડતા 4 એપ્રિલના રોજ ઉજ્જૈનની એક હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયતમા સુધારો જોવા મળ્યો ન હતો. જયારે સીટી સ્કેનમાં ફેફસામાં 80% કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારબાદ તેમને 8 એપ્રિલના દિવસે તેમને ઈન્દોરની ઇન્ડેક્સ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *