બનાસકાંઠામાં બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત; 15થી વધુ ઘાયલ

Banaskantha Accident: બનાસકાંઠાના સૂઇગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થાય છે. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. મોડીરાત્રે ભારતમાલા હાઇવે પર આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર (Banaskantha Accident) હતો કે લક્ઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ સુઇગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના સુઇગામ નજીક મોડી રાત્રે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં રોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

3 લોકોના થયા મોત
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં બે વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર સર્જાઇ હતી કે બંને વાહનોને છૂટા પાડવા માટે 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી. અકસ્માતના પગલે હાઇવે પર ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી અને માતમનો માહોલ સજાયો હતો.

પોલીસે કરી કાર્યવાહી
અકસ્માતના બનાવની જાણ થતાં વાવ-થરાદ અને ભાભર-સુઇગામની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોલીસ મૃતકોની ઓળખવિધિની કાર્યવાહી કરી રહી છે.