કાળ બનેલા ટ્રકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો લીધો જીવ, પરિવારજનોએ હૈયુ હચમચાવી નાખતું આક્રંદ કર્યું

અમરેલી(ગુજરાત): લોકડાઉન બાદ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. આ દરમિયાન, અમરેલી જિલ્લાના રાજુલામાંથી આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જાણવા મળ્યું છે કે, રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોનાં દુ:ખદ મોત નીપજ્ય હતા. મૃતદેહો એટલી વિકૃત સ્થિતિમાં હતા કે તેને ઉઠાવવાની પણ કોઈની હિંમત થઈ નહી. આ દરમિયાન 108ના સ્ટાફની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, આજે બપોરના સુમારે રાજુલાના બિસ્માર એવા ચારનાળા રોડ પર એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરસાઈકલ પર સવાર એક પુરૂષ મહિલા અને બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક વ્યક્તિઓ એક પરિવારના જ સભ્યો હતા. આમ માતાપિતા અને પુત્રને એકબીજાની નજર સામે જ કાળ ભરખી ગયો હતો.

બેફામ બનેલા ટ્રકના ગમખ્વાર અકસ્માતે આખા પરિવારનો વિનાશ કર્યો હતો. ઘટનાની જાણ થતા રાજુલા-જાફરાબાદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દોડી આવ્યા હતા. હીરા સોલંકીને જોઈને મૃતકના પરિવારજનોએ હૈયુ હચમચાવી નાખતું આક્રંદ કર્યુ હતું.

જાણવા મળ્યું છે કે, સોલંકીએ પણ મૃતકોના પરિવારને સાંત્વાના આપી હતી. અહી ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી સોમનાથ-ભાગનર હાઇવેનું ફોર-લેનનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. રાજુલા પંથકના રસ્તાઓ કુખ્યાત છે. અહીંયા અવાર-નવાર ટ્રકના અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે નજીકમાં પોર્ટ ઓફ પીપાવાવ હોવાના કારણે હેવી ટ્રાન્સપોર્ટ વ્હિકલની પણ મોટા પ્રમાણમાં અવરજવર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *