બે ભૂતોએ આપી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે નોંધી ફરિયાદ- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ચોંકાવનારી ઘટના

ક્યારે સાંભળ્યો ન હોય એવો કિસ્સો ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તહસીલના જોટવડ ગામમાં સામે આવ્યો છે. અહીં રહેવા વાળા એક વ્યક્તિએ વરસંગભાઇ બારીયાએ જાંબુઘોડા પોલીસ…

ક્યારે સાંભળ્યો ન હોય એવો કિસ્સો ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તહસીલના જોટવડ ગામમાં સામે આવ્યો છે. અહીં રહેવા વાળા એક વ્યક્તિએ વરસંગભાઇ બારીયાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા કહ્યું કે જયારે તેઓ ખેતરમાં કામ કરે છે તો બે ભૂત એમની પાસે જઈ એમને મારી નાખવાની ધમકી આપે છે. એટલું જ નહિ વારંવાર આ પ્રકરની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરે છે.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદના આધારે તાપસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, આરોપી વરસંગભાઇ બારીયા માનસિક રીતે બીમાર છે. જાંબુઘોડા પોલીસને જયારે આ રીતે ભૂત દ્વારા મારી નાખવા વાળી ફરિયાદ મળી તો તેઓ હેરાન થઇ ગયા. જોકે, પોલીસ ખેતરમાં પણ ગઈ. પરંતુ, કઈ થયું નહિ અને પરિવાર વાળા સાથે વાત કરતા ખબર પડી કે જેમણે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી તેઓ માનસિક રીતે બીમાર છે.

પરિવાર વાળાઓ દ્વારા આ વાત માનવામાં આવી કે, એમને ખબર નથી વરસંગભાઇ પોલીસ સ્ટેશનમાં જઈ એવી ફરિયાદ નોંધાવી આવ્યા છે. જોકે, પોલીસ દ્વારા પણ માનવતા બતાવતા વરસંગભાઇ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા એમની માનસિક બીમારીના ઈલાજ માટે મનોચિકિત્સક સાથે વાત કરી એમનો પરિવાર સાથે સંપર્ક કરાવી દીધો છે.

જાંબુઘોડા પોલીસનું કહેવું છે કે, જો કોઈ ફરિયાદ લઇને આવે છે તો એની ફરિયાદ કરવું એનું કામ નથી અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવવી જોઈએ. અમને પહેલા જ લાગ્યું હતું કે એમાં કોઈ ગડબડ છે. પરંતુ, અમે પુરી રીતે તપાસ કરી પછી પરિજનો સાથે વાત કરી. ત્યારબાદ પરિવાર વાળાના કાગેવ પર એમનો મનોચિકિત્સક સાથે સંપર્ક કરાવી દીધો.

ભૂત દ્વારા જાનથી મારવાની ફરિયાદ કરાવવા વાળા વરસંગભાઇના ભાઈ મહેશ બારીયાનું કહેવું છે કે, વરસંગભાઇ છેલ્લા એક વર્ષથી વધુ સમયે માનસિક રીતે બીમાર છે. હાલ બીમારીને લઇ એમની દવા ચાલી રહી છે. પરંતુ, ગયા 10 દિવસ તેઓ પોતાની દવા નથી લઇ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *