મહિલાના પેટમાં આંતરડા સુધી પહોંચી ગઈ ત્રણ સોય, અમદાવાદ સિવિલના ડૉક્ટરો કરી સફળ સર્જરી

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ગાલીચા બનાવવાનું કામ કરતાં અફલાકબાનુને અચાનક શારીરિક અશક્તિનો અનુભવ થવા માંડ્યો હતો. પરંતુ નબળાઈઓને અવગણીને તેમણે કામ કરવાનું ચાલું રાખ્યું હતું. આ દિવસે તેઓ કામ કરતાં અચાનક ઢળી પડ્યાં હતાં.

આ દરમિયાન તેમના પેટના ભાગમાં તથા છાતીના જમણી બાજુના ભાગમા આકસ્મિક ત્રણ સોય ઘૂસી ગઈ હતી. જે તેમના પેટના અંદરના ભાગમાં થઈને આંતરડા સુધી પહોંચી ગઈ હતી. તેમને આ માટે ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. ત્યારબાદ મધ્યપ્રદેશમાં સારવાર કરવામાં આવી હતી. તેમના રિપોર્ટમાં ડૉક્ટરોને સમસ્યા અત્યંત જટિલ લાગતાં અફલાકબાનુને તરત જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.

પરિવાર અફલાકબાનુને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉક્ટરોએ સીટી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો. આ રિપોર્ટ જોઈને ડોક્ટરો પણ મૂંઝવણમાં હતા. ડોક્ટરોને રિપોર્ટમાં અફલાકબાનુના આંતરડા પાસે 3 સોય જોવા મળી હતી. આ સોયનું આંતરડા પાસે હોવું દર્દીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે એમ હતું.

દર્દી સેપ્ટિક સોક અવસ્થામાં પહોંચીને મૃત્યુ પામી શકે તેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાઓ રહેલી હતી. આવા પ્રકારની સર્જરીમાં ગહન અભ્યાસ, નિપુણતા અને તકનિકી મશીનરીની ખૂબ જ આવશ્યકતા હતી. જેથી ગેસ્ટ્રો સર્જરી વિભાગના સિનિયર ડૉક્ટરોએ એનેસ્થેસિયા વિભાગના ડૉકટરોના સહયોગથી અફલાકબાનુની જોખમી સર્જરી સરળ અને સફળતાપૂર્વક પાર પાડવાનું નક્કી કર્યું હતું.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના નિષ્ણાત તબીબો ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.વિક્રમ મહેતા અને તેમની સમગ્ર ટીમ અને એનેસ્થેસિયા વિભાગના તબીબ ડૉ. દીક્ષિતા ત્રિપાઠી દ્વારા આ કેસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો. આ સર્જરીમાં સોયના સ્થાનની મુખ્ય સચોટતા ચકાસવાની ખાસ જરૂર હતી. પેટના આંતરડાના ભાગમાં ચોક્કસપણે કયા સ્થાન પર સોય રહેલી છે એ જાણવું ખુબ જ જરૂરી હતું, જે માટે IITVની મદદથી તબીબોએ સોયનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું હતું.

2 કલાકથી પણ વધુ સમય ચાલેલી આ સર્જરીના અંતે દર્દીના પેટમાંથી અણીદાર ખૂબ જ પાતળી 2 સોય તથા જમણી બાજુ છાતીના ભાંગમાંથી 1 સોય બહાર કાઢવામાં આવી. સર્જરી બાદ અફલાકબાનુને થોડા સમય તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ રજા આપવામાં આવી છે. હવે હાલ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામુક્ત થઇને પોતાના વતન પરત ફર્યાં છે.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ. વિક્રમ મહેતા કહે છે, “અત્યારસુધી શરીરના હાથ અને પગના ભાગ કે અન્ય બાહ્ય ભાગમાં સોય ખૂંચી હોય અથવા ઘૂસી ગઇ હોય તેવા પ્રકારના કિસ્સા અમારી પાસે આવ્યા હતા. પરંતુ, આંતરડાના ભાગ સુધી સોય પહોંચી હોય એ અમારા માટે પણ પ્રથમ કિસ્સો હતો.

સોયનું કદ અત્યંત નાનું હોવાથી શરીરમાં સોયનું સ્થાન જાણવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતુ. આવામાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીને IITVની માગ કરતાં વિલંબ કર્યા વગર તેમણે સમગ્ર વ્યવસ્થા કરી આપી, જેને કારણે તેમના દ્વારા આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *