તમિલનાડુ: હાલમાં તમિલનાડુમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં કરંટ લાગવાથી એકસાથે ત્રણ લોકોના મુત્યુ નીપજ્યા છે. તામિલનાડુનો આ પહેલો કિસ્સો છે જે કૃષ્ણગીરી જિલ્લાના ઉથંગરાય નજીક સિંગરપેટ્ટાયમાં રહેતી ઇન્દિરાની સાથે બન્યો હતો. ઈન્દીરા ત્રણ વર્ષની પૌત્રીને ત્યાં બેસાડીને છત ઉપર કપડાં સૂકવવા ગઈ હતી.
તેને આ વાતની ખબર નહોતી કે, વરસાદના કારણે તૂટેલો ઇલેક્ટ્રિક વાયર એ કપડાં સુકવવાના તાર પર પડશે. આ દરમિયાન ઈન્દિરાએ કપડાં સુકવવાનું શરૂ કર્યું તો તેને જોરદાર કરંટ લાગ્યો હતો. એટલે તેની દીકરીને ખબર પડતાની સાથે જ તે દોડતી-દોડતી આવી ગઈ અને તેની માતાને બચાવવા માટે આવી પણ તેને ખબર ન હતી કે કરંટ લાગ્યો છે.
તેથી બંને કરંટથી સળગી ગયા અને તેને બંનેને બહાર કાઢવામાં આવ્યા તો તેના પર પણ વીજળી પડતા ત્યાં ઘટના સ્થળે જ ત્રણેયનું દુઃખદ મોત નીપજ્યું હતું. આમ અહીં એક જ પરિવારના ત્રણ લોકોના દુઃખદ મોત થતા પોલીસને જાણ કરતા ત્યાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે સરકારી દવાખાનામાં મોકલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.