ગુજરાતના આ તાલુકામાં જાનૈયાઓથી છલોછલ ભરેલા ટ્રેકટરનો ભયંકર અક્સ્માત, 22 લોકો…

હાલ લગ્નગાળો ખુબ ચાલી રહ્યો છે. એવામાં એક જાન લઇ જતા જાનૈયાઓ સાથે ચોંકાવનાર ઘટના ઉભી થઇ છે. માલપુર નજીક એક જાનૈયાથી ભરેલા ટ્રેક્ટરને પૂરપાટ…

હાલ લગ્નગાળો ખુબ ચાલી રહ્યો છે. એવામાં એક જાન લઇ જતા જાનૈયાઓ સાથે ચોંકાવનાર ઘટના ઉભી થઇ છે. માલપુર નજીક એક જાનૈયાથી ભરેલા ટ્રેક્ટરને પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે ટક્કર મારી હતી, આ ટક્કરથી ટ્રેક્ટરમાં બેઠેલા જાનૈયાઓ માંથી 3 જેટલા લોકો ફંગોળાઈને પુલ પરથી નદીમાં ખાબક્યા હતા. સાથે-સાથે 22 જેટલા જાનૈયાઓને ઘણી-ખરી ઈજાઓ થઇ હતી તેથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

મળેલી માહિતી જણાવે છે કે, જાનૈયાઓ એક ટ્રેક્ટરમાં ડચકા ગામથી મૈયાપુરમાં એક લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા. જ્યારે આ ટ્રેક્ટર અરવલ્લીના માલપુર નજીક આવેલા વાત્રક નદીના બ્રિજ પરથી પસાર થયું તે સમયે એક ટ્રકે જાનૈયાઓના ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અને આ ઘટના સર્જાણી હતી.

ટ્રક અને ટ્રેકટર વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભયંકર હતી કે, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા લોકો હવામાં ઉછળીને જમીન પર પટકાયા અને 3 જેટલા યુવકો નદીના બ્રિજ પરથી 50 ફૂટની ઊંચાઈથી ઉછળીને સીધા નદીના પાણીમાં પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ જાનૈયાઓની મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલા 22 જેટલા જાનૈયાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.

આ ઘટનામાં ઘણું-ખરું વાગેલા 22 લોકોમાંથી 7 લોકોને માલપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે 15 લોકોને મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ પોલીસે NDRFની ટીમને બોલાવીને નદીના પાણીમાં ગરકાવ થયેલા ત્રણ યુવકોની શોધખોળ શરૂ કરી હતી. NDRFની ટીમના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વાત્રક નદીમાંથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય યુવકોન મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *