યુપીમાં ઝાંસી જિલ્લાના બબીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાર અનિયંત્રિત પડી હતી, જેમાં તેમાં સવાર દારૂના ઠેકેદારનું મોત નીપજ્યું હતું અને અન્ય લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. માહિતી મળતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. કૂવો ખૂબ ઊંડો હતો જેમાં કાર અટકી ગઈ હતી.
આ જોઈને નજીકના લોકોએ નજીક ના પોલીસ સ્ટેશન માં માહિતી આપી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી ગમેતે રીતે કારને બહાર કાઢી હતી. બહાર કાઢ્યા બાદ કારમાં સવાર લોકોને મેડિકલ માટે મોકલવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂના ઠેકેદાર અશોક રાય નિવાસી બસઇ અને કારના ચાલક સહિત ત્રણ લોકો સામેલ હતા.
જેમાં દારૂના કોન્ટ્રાક્ટરને ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો, પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે ઝાંસીના સીટી સીઓ રાજેશકુમારસિંહે જણાવ્યું હતું કે તેમને એક સ્થળે રસ્તો બનાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જેસીબી ત્યાં તેનું કામ કરી રહી હતી.
જ્યારે જેસીબી પાછુ ફર્યું ત્યારે એક કાર આવી રહી હતી જે અનિયંત્રિત થઈને કૂવામાં પડી, જેમાં ત્રણ લોકો હતા. પોલીસ અને સામાન્ય લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાકીના બે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમની સ્થિતિ સામાન્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle