વિદેશથી સસ્તાભાવનું સોનુ શરીરમાં એવી જગ્યાએ સંતાડીને લાવ્યા કે જોઇને પોલીસને પણ આંખે આવી ગયા અંધારા

ભારતમાં સોનાની માંગ એટલી ઉંચી છે કે બધી કડકાઈ હોવા છતાં પણ લોકો તેના ગેરકાયદેસર વેપાર કરતાં હોય છે. ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર 6 લોકોને…

ભારતમાં સોનાની માંગ એટલી ઉંચી છે કે બધી કડકાઈ હોવા છતાં પણ લોકો તેના ગેરકાયદેસર વેપાર કરતાં હોય છે. ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર 6 લોકોને ગેરકાયદેસર રીતે સોનું લઈને આવતા હોવાથી પકડવામાં આવ્યા હતા. સોનાની દાણચોરી કરતાં લોકો દાણચોરી માટે એવી યુક્તિઓ અપનાવી રહ્યા છે કે, કસ્ટમ વિભાગને પણ આશ્ચર્ય થતું હોય છે.

આવું જ કંઈક એરપોર્ટ પર જોવા મળ્યું હતું કે, જ્યારે કેટલાક લોકો તેમના વાળની ​​વિગની નીચે છુપાવિને લઈ જતાં સોનાથી પકડાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ વાળની ​​વિગની સાથે, આ લોકો સોના અને વિદેશી ચલણ લઈને આવ્યા હતા.

તેઓ તેમના અન્ડરવેર અને મોજાંમાં છુપાઈને પણ લાવ્યા હતા. ધરપકડ કરાયેલા કુલ 6 લોકો પાસેથી 24 લાખ રૂપિયાનું સોનું અને વિદેશી ચલણ મળી આવ્યું છે. જ્યાં કેટલાક લોકો દુબઈથી ફ્લાઇટ (એફઝેડ 8515) દ્વારા પાછા ફર્યા હતા. આ લોકો ફ્લાઇટમાંથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની તપાસ કરવામાં આવી ત્યારે કસ્ટમ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર 5.55 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત અઢી કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આની સાથે આ લોકો પાસેથી 24 લાખ રૂપિયાની વિદેશી ચલણ પણ ઝડપાઇ છે. તમામ આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલ બાતમીના આધારે, દુબઈથી પરત ફરતા 39 વર્ષીય મગરોબ અકબર્લી અને 26 વર્ષીય ઝુબૈર હસન રફીઉથિનને જતા પહેલા અટકાવવામાં આવ્યા હતા. તેની હેરસ્ટાઇલ શંકાસ્પદ લાગતી હતી. તપાસ કરવા પર, વાળ આંશિક રીતે છાલવાયા હતા અને તે જગ્યાએ વિગ પહેરેલા મળી આવ્યા હતા. આની સાથે જ બે સોનાના પેકેટ તેમની વિગ હેઠળ છુપાયેલા હતા, જે કાઢતાં 59.55 ગ્રામ સોનું મળી આવ્યું હતું. બીજા કિસ્સામાં 42 વર્ષીય બાલુ ગણેશન દ્વારા શોધ દરમિયાન ગુદામાર્ગમાંથી 3 બંડલ સોનાની પેસ્ટ મળી આવી હતી. તેમાંથી 622 ગ્રામ સોનું બહાર આવ્યું હતું. આની સાથે જ ગણેશનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મોજાં અને અન્ડરવેરમાં સોનું છુપાવિને લાવ્યા:
શનિવારે 24 વર્ષીય અંબાઝગનને પણ વિદાય લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આની સાથે જ 1.5 કિલો સોનાની પેસ્ટના 4 પેકેટ વ્યક્તિગત શોધમાં મળી આવ્યા હતા. તેણે તેના મોજાં તથા અન્ડરવેરની અંદર છુપાવ્યું હતું. જેમાંથી 1.33 કિલો સોનું કાઢી લેવામાં આવ્યું હતું, જેની કિંમત 62 લાખ રૂપિયા છે.

શુક્રવારે પણ વિગની આડમાં સોનાના દાણચોરો ઝડપાયા હતા:
શુક્રવારે 22 વર્ષિય સૈયદ અહમદુલ્લાહ, સાલેમના 33 વર્ષીય સંતોષ સેલ્વમ, 35 વર્ષીય સલેમ અને અબ્દુલ્લા, જે દુબઇથી ભારત પહોંચ્યા હતા અને બહાર નીકળવા પર તેની હેરસ્ટાઇલ શંકાસ્પદ લાગતાં તપાસમાં તે વિગ પહેરેલો પણ મળી આવ્યો હતો. ત્રણે મુસાફરોની વિગ નીચે સોનાની પેસ્ટના 3 પેકેટ મળી આવ્યા હતા.

જેમાંથી 2.08 કિલો સોનું મળી આવ્યું હતું, આ સોનાની કિંમત 96.57 લાખ રૂપિયા છે. સોનાના દાણચોરોને પકડવાની આ ઘટના તમિલનાડુના ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *