અહિયાં 3 માળની ઇમારત થઇ ધરાશાયી: 10 લોકોના મોત, 20 વ્યક્તિ ફસાયા હોવાની આશંકા -જુઓ વિડીયો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ નજીક મોટો અકસ્માત થયાના સમાચાર છે. મુંબઇની બાજુમાં આવેલા ભિવંડીમાં 3 માળનું બિલ્ડિંગ (Bhiwandi Building Collapses) ધરાશાયી થઈ છે. આ અકસ્માત સોમવારે સવારે થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમાચાર એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા 20 લોકો માટે બચાવ કામગીરી (Rescue Operation) હાથ ધરી છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ જણાવ્યું હતું કે, અકસ્માત ભિવંડીના પટેલ કમ્પાઉન્ડ ખાતે સવારે 3.20 વાગ્યે થયો હતો. તે દરમિયાન મકાનના લોકો સૂઈ ગયા હતા. હજી સુધી 10 લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે. મરનાર વ્યક્તિની ઓળખ થઇ રહી છે. બાકીના લોકોની શોધ ચાલુ છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓ અનુસાર, 1984 માં બંધાયેલા મકાન નંબર 69, જીલાની એપાર્ટમેન્ટ નામની અડધી બિલ્ડિંગ મોડી રાત્રે તૂટી પડી હતી. આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતી. તેને ખાલી કરવાની નોટિસ પણ જારી કરવામાં આવી હતી. નોટિસ મળ્યા પછી કેટલાક લોકો અહીંથી ચાલ્યા ગયા, પરંતુ કેટલાક લોકો અહીં રહી રહ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે, મુંબઇમાં ભારે વરસાદને કારણે બિલ્ડિંગ નબળી પડી ગઈ હતી. આ બિલ્ડિંગમાં 21 પરિવારો રહેતા હતા. એનડીઆરએફ ટીમે સોમવારે સવારે કાટમાળમાંથી એક બાળકને બચાવી લીધો હતો. તમને જણાવી દઈએ કે, ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં એક પાંચ માળની બિલ્ડિંગ પડી હતી. આ દુર્ઘટનામાં 50 લોકો ઘાયલ થયા છે, જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ બિલ્ડિંગ માત્ર દસ વર્ષ જૂની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *