ઉત્તરપ્રદેશથી હચમચાવી નાખે એવો એક કિસ્સો સામે આવ્યો છે. જયારે ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લાના ફૂલબેહડ ખાતે ખેતમજૂરી કરતી 2 સગી બહેનો સાથે અન્ય 3 યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ત્રણેય યુવતીની ઉમર આશરે 21 વર્ષથી 24 વર્ષની વચ્ચેની છે. જયારે આ સમગ્ર ઘટના દરિમયાન પોલીસે એક આરોપી ઝડપી પાડ્યો છે અને વધુ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ તે વિસ્તારના એસપીએ આ સમગ્ર ઘટના અંગે ઝડપી ખુલાસો કરવામાં આવશે તેમની ખાતરી આપી છે.
કોતવાલી સદરના એક ગામમાં રહેતી 2 સગી બહેનો પોતાની માસીયાઈ બહેન સાથે શુક્રવારમાં રોજ સવારે ગામના જ એક યુવકના કહેવા પર ફૂલબેહડ ક્ષેત્રમાં ખેતમજૂરી કરવા માટે ગઈ હતી. બહેનોએ પોલીસને જણાવતા કહ્યું છે કે, મજૂરી કરીને સાંજે આશરે 5:00 કલાકે તેઓ ખેતરથી ઘરે જવા માટે નીકળ્યા હતા તે સમયે ખેતરના માલિકે ફોન કરીને પોતાના તેમના અન્ય 5 સાથીદારોને ખેતર પર બોલાવ્યા હતા.
જયારે ઘટના સ્થળે આવેલા યુવકો યુવતીઓને શેરડીના ખેતરોમાં લઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર યુવતીઓને કોઈ નશીલો પદાર્થ પીવડાવીને યુવકોએ ત્રણ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને યુવકો યુવતીઓને બેભાનની હાલતમાં જ છોડીને જતા રહ્યા હતા. જયારે કોઈ વ્યક્તિએ આ અંગેની જાણ થતા જ તેમણે કોતવાલી પોપ્લીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સાથે પોલીસ દ્વારા યુવતીઓના પરિચિત એક આરોપીને ઝડપી પાડ્યો છે.
એસપી વિજય ઢુલના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં 3 યુવતી દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવામાં આવ્યો છે. જયારે ફરિયાદમાં માત્ર બે બહેનો દ્વારા જ દુષ્કર્મનો આરોપ લગાવામાં આવેલ છે. આ સમગ્ર ઘટનાની ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને યુવતીઓને હોસ્પીટલમાં મોકલી આપવામાં આવી છે. હાલમાં આ સમગ્ર ઘટના અંગે આજુબાજુના ખેતરના માલિકોની પુછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ વધુ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.