ઉભરાટના દરિયા કિનારે રક્ષાબંધનની રજામાં ફરવા ગયેલાં સુરતના ત્રણ યુવકો ડૂબી જતા મોત

SuratNews: નવસારીના જલાલપોર તાલુકાના માછીવાડ ગામનો યુવક ખાડીમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે. યુવક શુક્રવારે ખાડીમાં કરચલા પકડવા(SuratNews) જતાં ડૂબી જવાથી મોત થયું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી
શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેમજ દરિયામાં ભરતી હોવાના કારણે મોજા તોફાની રીતે ઉછળી રહ્યા હતા જેમાં બપોરના અઢી વાગ્યાના અરસામાં સુરત થી ફરવા આવેલા કેટલાક યુવાનો દરિયાના અંદર ગયા હતા. જેમાં કેટલાક યુવાનો મોજાના પ્રવાહમાં ખેંચાઈ જતા ભારે બૂમાબૂમ થઈ હતી અને કેટલાક યુવાનો સમય ચૂકવતો વાપરીને બહાર નીકળી આવ્યા હતા. જ્યારે દરિયામાં ગરકાવ થઈ ગયેલો સગીર જીશાન અન્સાર અને ફેકુ સુરેન્દ્ર પાસવાન ડૂબી ગયા હતા. મોડી સાંજે દરિયાના મોજાના કારણે કિનારો પર બંને યુવકોના મૂર્તદેહો દરિયા કિનારે તણાઈ આવ્યા હતા.

આ અગાઉ પણ યુવક તણાયો હતો
તો બીજી તરફ જલાલપોરના માછીવાડ ગામે બસ સ્ટોપ ફળિયામાં રહેતા જયપાલ ટંડેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવક ગત શુક્રવારે રજા હોવાથી મિત્ર વિજય ટંડેલ સાથે ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાં કરચલા પકડવા ગયા હતા. જયપાલ ટંડેલ ખાડીના પાણીમાં કરચલા પકડવા માટે સામે કિનારે ગયો હતો.

જે બાદ ખાડીમાં અચાનક પાણી વધી જતા જયપાલ તણાઈ ગયો હતો. વિજય ટંડેલે તાત્કાલિક ગામમાં જઈને જણાવતા યુવાનો દોડી આવ્યા હતા અને જયપાલની લાશ ખાડીમાંથી બહાર કાઢી હતી. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ થતા જ મરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ ડીજે પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ફરવા માટે આવેલા યુવકોને દરિયા કિનારેથી સલામતીના ભાગરૂપે દૂર કર્યા હતા આ અંગે મરોલી પોલીસ અકસ્માતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.