મહારાષ્ટ્ર રાજ્યનાં ભિવંડીથી એક સણસણતો બનાવ બહાર આવ્યો છે. અહીંયા એક વૃક્ષની સાથે લટકેલી 3 લાશો મળેલ છે. આ લાશો 3 યુવકોની છે જે 6 દિવસથી ગુમ થયા હતા. પહેલી નજરમાં પોલીસે આપઘાતની શંકા વ્યક્ત કરીને લાશોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી છે. આશંકા વ્યક્ત કરી છે કે, દરરોજ મળતા આ યુવકોએ મોક્ષ મેળવવા કે ધનનાં વરસાદ માટે આપઘાત કરી. જો કે, વૃક્ષથી મળી આવેલ ચોથા ફંદાએ કેસને ગોથે ચડાવ્યો છે.
14 નવેમ્બરનાં રોજ ઘરેથી અચાનક ગાયબ થયા હતાં
પોલીસનું જણાવવું છે કે, આ 3 માંથી એક યુવક છેલ્લા છ વર્ષથી બાબાગીરિ કરતો હતો. સૂત્રોએ કહ્યું કે, પોલીસે જંગલનાં વૃક્ષ પરથી ચાર ફંદા મળ્યા છે. ચોથો ફંદો ગુલાબી કલરની સાડીનો હતો. પોલીસનાં કહ્યા મુજબ શાહપુરનાં નીતિન ભેરે (ઉં.વ. 30), ખર્ડી સ્થિત ચાંદા ગામનાં મહેન્દ્ર દુભેલે (ઉં.વ. 30) તેમજ મુકેશ દુભેલે (ઉં.વ. 30) તેમજ મુકેશ ગાયઘાટ (ઉં.વ. 22) 14 નવેમ્બરનાં રોજ ઘરેથી અચાનક ગાયબ થયા હતાં. અનેક શોધખોળ પછી પણ જ્યારે તેઓ મળ્યા નહીં, તો તેમનાં પરિવારે 17 નવેમ્બરનાં રોજ શાહપુર તેમજ ખર્ડી પોલીસ સ્ટેશનમાં તેમનાં ગાયબ થયાની FIR નોંધાવવામાં હતી.
વૃક્ષ પર લટકેલી 3 લાશો મળી
તેમનાં ગાયબ થયાનાં છ દિવસ પછી ચાંદા ગામનાં રૂપેશ સાપલેએ જંગલમાં પશુ ચરાવતી વખતે એક વૃક્ષ પર 3 મૃતદેહો લટકેલા જોયા. તેમણે તાત્કાલિક જ ખર્ડી પોલીસને આ અંગેની જાણ કરી. ખર્ડી પોલીસે બનાવ સ્થળ પહોંચીને લાશો નીચે ઉતારી તેમજ પંચનામું કર્યું. મૃતક મહેન્દ્ર દોભલે તેમજ મુકેશ ગાયઘાટ મામા-ભાણા થતા હતાં. નીતિન ભેરે પણ તેમનો સંબંધી જ હતો. કહેવામાં આવ્યું છે કે, નીતિને બાબાગીરિ માટે પોતાનાં ઘરે મંદિર બનાવવામાં આવ્યું હતુ. એમાં તંત્ર-મંત્ર તેમજ ચમત્કારનાં પુસ્તકો, ચાકૂ, ત્રિશૂળ, ચાબુક તેમજ હળદર-કંકુ જેવી વસ્તુઓ પણ રાખતો હતો. તેમનાં સંબંધી મહેન્દ્ર તેમજ મુકેશ પણ દરરોજ નીતિન પાસે આવતા હતાં.
પોલીસ બધા દ્રષ્ટિકોણથી તપાસ કરે છે
લક્ષ્મી પૂજનનાં રોજ નીતિને પોતાની પત્ની માયાને જણાવ્યું કે, તે થોડા જ સમયમાં આવશે, પણ નીતિન ઘરે ના આવ્યો. નીતિનની સાથે સાથે જ મહેન્દ્ર તેમજ મુકેશ પણ ગાયબ હતા. પોલીસ બધા દ્રષ્ટિકોણથી તપાસ કરે છે. વૃક્ષથી મળેલા 4 ફંદા માટે પોલીસ એક યુવકને કસ્ટડીમાં લઇને તપાસ કરે છે. શાહપુર સબડિવિઝનલ પોલીસ અધિકારી નવનાથ ઢવલેએ જણાવ્યું કે, પહેલી નજરે આ આપઘાતનો કેસ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બધી સ્પષ્ટતા થશે.