Child Thumb Sucking: કેટલાક બાળકોને બાળપણમાં અંગુઠો ચૂસવાની આદત પડી જાય છે. ડોક્ટર્સના મતે 3 વર્ષની ઉંમર સુધી બાળકો અંગૂઠો ચૂસે એ એક એકદમ સામાન્ય બાબત છે, પરંતુ 5 વર્ષ પછી પણ જો બાળકો અંગૂઠો ચૂસે તો આ આદત વિચિત્ર લાગે (Child Thumb Sucking) છે, સાથે જ તે બાળકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સની મદદથી તમે અંગૂઠો ચૂસવાની આદતને સરળતાથી છોડાવી શકો છો. વધતી ઉંમર સાથે અંગૂઠો ચૂસવાની આદતને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ઘણી આડઅસરો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ આદતને કારણે બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો ભય રહે છે. અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે બાળકોને આદત છોડાવી શકો છો.
નુકસાન વિશે સમજાવો
સૌથી પહેલા તમારે એ જોવું જોઈએ કે તમારું બાળક ક્યારે અને કેટલા સમય સુધી અંગૂઠો ચૂસે છે. તેનાથી થતા નુકસાન વિશે તેને સમજાવો. તમે તેને કોઈ બહાનું આપીને મનાવી શકો છો. જેમ કે સૂતી વખતે જ અંગૂઠો ચૂસવો જોઈએ અથવા તેનાથી પેટમાં કીડા થઈ જાય છે વગેરે. જો આ પછી પણ બાળક અંગૂઠો ચૂસવાનું બંધ ન કરે તો તેની સમસ્યા સમજવાની કોશિશ કરો. જો તમારું બાળક કોઈ પીડા અથવા ટેન્શનમાં હોય ત્યારે તેનો અંગૂઠો ચૂસે તો તેને આમ કરવાથી રોકશો નહીં. પરંતુ આ વાતને સમજાવો કે જ્યારે પણ તે મુશ્કેલીમાં હોય ત્યારે અંગૂઠો ચૂસવાને બદલે તે તમારી પાસે આવે અને તેને જે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તે શેર કરે. અંગુઠો સૂચવાથી પણ જીભની સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે, જેનાથી જીભની સમસ્યા થઈ શકે છે. ઘણી વાર બોલવાની પણ સમસ્યા થઈ જાય છે. આની સાથે જ તે સંપૂર્ણ રીતે સાફ અને સ્પષ્ટ નથી બોલી શકતા. એટલા માટે આ ટેવ ભવિષ્યમાં ઘણી જોખમી સાબિત થઈ શકે છે.
ટાઈમે જમવાનું આપો
કેટલાક બાળકો ભૂખ લાગવા પર પણ અંગૂઠો ચૂસવા લાગે છે. એટલા માટે બાળકોને લાંબા સમય સુધી ભૂખ્યા ન રાખો અને તેમને નિયમિત ખવડાવતા-પીવડાવતો રહો.
અંગૂઠા પર લગાવો કડવી કે ખાટી વસ્તુ
અંગૂઠો ચૂસવાની આદતથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. ઉદાહરણ તરીકે, કોઈપણ કડવી અથવા ખાટી વસ્તુ (જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી) બાળકના અંગૂઠા પર લગાવી શકાય છે. જ્યારે પણ બાળક અંગૂઠો મોંમાં નાખે છે, ત્યારે તે કડવો કે ખાટો ટેસ્ટ તેની જીભનો સ્વાદ બગાડે છે. આ રીતે બાળક ધીમે ધીમે અંગૂઠો ચૂસવાનું બંધ કરી દેશે.
બાળકોને સમય આપો
તમે બાળકના મોંમાં નિપ્પલ અથવા મીઠી ગોળી મૂકી શકો છો જેથી તે તેમાં વ્યસ્ત રહે અને તેનો અંગૂઠો ન ચૂસે. ઘણા બાળકો તેમના માતા-પિતાથી દૂર રહેવા અથવા એકલતા અનુભવવાને કારણે તેમનો અંગૂઠો ચૂસવા લાગે છે. એકલતાના કારણે તેઓ તણાવમાં રહે છે. તેથી જ બાળકોને વધારે સમય આપો.
કોઈ કામમાં વ્યસ્ત રાખો
જ્યારે પણ બાળકને અંગૂઠો ચૂસતા જુઓ તો કાં તો તેને કોઈ કામમાં વ્યસ્ત રાખો અથવા તેની સાથે વાત કરો જેથી તેનું ધ્યાન બીજે વળી જાય. અંગૂઠો ચૂસવાની આદતથી છૂટકારો મેળવવા માટે, તમે અંગૂઠા પર થમ્બ ગાર્ડ લગાવી શકો છો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App