ગુજરાતમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી: છેલ્લા 24 કલાકમાં 200થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી રમઝટ

Gujarat Heavy Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય તલોદમાં સવા પાંચ ઇચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદ(Gujarat Heavy Rain) શરૂ થયો હતો હિંમતનગર, તલોદ, પ્રાંતિજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, ઈડરમાં સવા બે ઈંચ, પોશિનામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમા વરસાદ:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પધરામણી કરી હતી. પાટણ, મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે.

આજે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં સાંતલપુરમાં 2.7 ઈંચ, બેચરાજીમાં 2.4 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ, પોશીનામાં 1.22 ઈંચ, સુઈગામમાં 1.1 ઈંચ, ખંભાત અને ધાનેરામાં એક ઈંચ, મહુવા અને અમીરગઢમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર શહેર, કચ્છના નખત્રાણા, રાજકોટના લોધીકા અને પાટણના સામીમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના એંધાણ છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.