પતી સ્ટેશન પર જ રહી ગયો, ને વગર ટીકીટે ટ્રેનમાં બેઠેલી દિવ્યાંગ મહિલા સાથે ટીસીએ આચર્યું દુષ્કર્મ

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના સાગર (Sagar) માં એક ટીસીએ ટિકિટ ન હોવાના કારણે વિકલાંગ મહિલા (Women with disabilities) મુસાફર સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે રાત્રે બની હતી. મહિલાની ફરિયાદ પર જીઆરપીએ સોમવારે આરોપી ટીસી વિરુદ્ધ કલમ 376, 363 હેઠળ કેસ નોંધ્યો છે.

જીઆરપી પોલીસે જણાવ્યું કે, મહિલા અને તેનો પતિ શનિવારે ગુનાથી સાગર જવા નીકળ્યા હતા. મહિલાના મામા સાગરના મક્રોનિયામાં છે. તેને ભાગલપુર એક્સપ્રેસ દ્વારા આવવાનું હતું. આવી સ્થિતિમાં તેઓ સાંજે 4.30 વાગ્યે ગુના સ્ટેશન પહોંચ્યા. પત્નીને ટ્રેનમાં બેસાડ્યા બાદ પતિ ટિકિટ લેવા ગયો, પરંતુ આમાં ટ્રેન ચાલુ થઈ અને પતિ સ્ટેશન પર જ રહી ગયો. મહિલા રાત્રે 8.15 કલાકે સાગર પહોંચી હતી.

પ્લેટફોર્મ નંબર-1 પર ઉતરતાની સાથે જ ફરજ બજાવતા ટીસી રાજુલાલ મીણાએ મહિલા પાસે ટિકિટ માંગી હતી. મહિલાએ ટિકિટ ન હોવાની અને તેના પતિ ગુના સ્ટેશન પર જ રહી ગયા છે તેવી વાત કરી હતી. તેના પર ટીસીએ મહિલાને કહ્યું કે તમારે દંડ ભરવો પડશે, મારી સાથે મોટા સાહેબ પાસે આવો, નહીંતર એફઆઈઆર થશે. આવી સ્થિતિમાં ડરના કારણે મહિલા ટીસી સાથે ગઈ હતી. આરોપી ટીસી તેણીને તેના રેલ્વે ક્વાર્ટરમાં લઈ ગયો, જ્યાં તેણે બળજબરીથી મહિલા પર દુષ્કર્મ આચર્યું.

રવિવારે મહિલાની ફરિયાદના આધારે કેન્ટ પોલીસે કેસ જીઆરપીને ટ્રાન્સફર કર્યો હતો. સોમવારે જબલપુરથી સાગર પહોંચેલા ઈન્સ્પેક્ટર શશિ દુબેએ મહિલાનું નિવેદન નોંધ્યા બાદ કલમ 376, 363 હેઠળ કેસ નોંધ્યો, અને હાલ આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

કેસમાં, જીઆરપી ઇન્સ્પેક્ટર શશિ દુબેએ જણાવ્યું હતું કે, પીડિતા 4 તારીખે ગુનાથી સાગર માટે રવાના થઈ હતી, જે ટ્રેન છૂટવાને થવાને કારણે ટિકિટ લઈ શકી ન હતી. તેનો પતિ સ્ટેશને જ રહી ગયો હતો પરંતુ મહિલા ટ્રેનમાં બેસીને સાગર પાસે આવી હતી. આવી સ્થિતિમાં જ્યારે તે વગર ટીકીટે સ્ટેશન પર ઉતરી ત્યારે આરોપી ટીસીએ તેને ટિકિટ વિશે પૂછ્યું. જીઆરપી ઈન્સ્પેક્ટરે કહ્યું કે, આરોપી ઝડપાતા જ તેની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *