વાયરલ થવા મહિલાએ અપનાવ્યો ગજબનો જુગાડ: વીડિયો બનાવવા આન્ટીએ કર્યો ધાંસૂ ઉપાય

Viral Video: ખરેખર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા માટે લોકો શું નથી કરતા? ક્યારેક લોકો રીલ્સના ચક્કરમાં જીવને જોખમમાં મુકતા અચકાતા નથી.તો કાયરેલ એવા ગજબના આઈડિયા અજમાવે છે જે જોઈને આપણે પણ આશ્ચર્યમાં પડી જતા હોઈ છીએ. ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે જેમાં એક એક મહિલાએ રાઉન્ડ ઇફેક્ટ કરવા માટે એવો જોરદાર જુગાડ અજમાવ્યો છે. લોકો આ ખાસ જુગાડને ખૂબ પસંદ કરી રહ્યા છે અને મહિલાના મગજના વખાણ પણ કરી રહ્યા છે.

અનોખા જુગાડનો વિડીયો વાયરલ
આ વીડિયોમાં એક મહિલા રૂમમાં ડાન્સ કરી રહી છે અને મોબાઈલ ફોન તેની આસપાસ ફરી રહ્યો છે અને તેનો વીડિયો બનાવી રહી છે. આ પછી, આ મહિલા દ્વારા બનાવેલ વિડિયોમાં આપણને દેખાય છે કે પંખામાં ટ્યુબલાઈટ લટકાવી કેવો જોરદારનો જુગાડ કર્યો છે. આ ઈફેક્ટનો વિડિયો વાયરલ કરવા માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે, પરંતુ આવું કરવું સરળ નથી.

શું દેખાઈ રહ્યું છે વીડિયોમાં
આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલાએ ટ્યુબલાઈટના સળિયા સાથે પોતાનો ફોન રાખીને તે સળિયો તેના પંખા સાથે જોડ્યો છે, જે ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. આર્ટિસ્ટ ઈન્દિરા પંકજે indrapankaj07 એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. તેના વીડિયોને અત્યાર સુધીમાં 6 કરોડ 10 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Indra Pankaj (@indrapankaj07)

લોકોએ આપી પ્રતિક્રિયા
લોકોએ કમેન્ટમાં તેના ખૂબ વખાણ પણ કર્યા છે. એક યુઝરે કહ્યું છે કે, “આ વિચાર ભારતની બહાર ન જવો જોઈએ. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તેમને એવોર્ડ મળવો જોઈએ. બીજા એકએ કમેન્ટ કરતા કહ્યું કે જે પણ એમ કેશે કે સ્ત્રીને ખબર ના પાડે તે લોકોને પકડીને આ વિડીયો બતાવવો જોઈએ.