મોબાઈલ ખરીદવા માટે ઉભેલા 3 લોકોને સ્કૂલ બસે કચડ્યા- સમગ્ર ઘટના CCTVમાં કેદ

ભોપાલ: દિવસેને દિવસે અકસ્માત(Accident)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તે દરમિયાન હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એકની બેદરકારીને કારણે અનેક માસૂમોને પોતાનો…

ભોપાલ: દિવસેને દિવસે અકસ્માત(Accident)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તે દરમિયાન હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એકની બેદરકારીને કારણે અનેક માસૂમોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તેવો જ એક કિસ્સો ભોપાલ(Bhopal)માંથી સામે આવ્યો હતો. ભોપાલની અરેરા કોલોની(Arera Colony)માં બનેલી બસ અકસ્માતના સીસીટીવી ફૂટેજ(CCTV footage of the bus accident) પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

THE ICONIC SCHOOL ની સ્પીડિંગ બસ 11 નંબરના બસ સ્ટોપ પાસે બસની દુકાનોમાં ઘુસી ગઈ હતી. તે દરમિયાન બસ મોબાઈલ શોપમાં ઊભેલા ત્રણ લોકોને બસે જોરદાર ટક્કર મારી હતી. આ પછી, અફરા તફરી મચી જવા પામી હતી. અકસ્માત બાદ આરોપી બસ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માત દારૂના નશામાં હોવાને કારને સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોને ઘાયલ થયા છે, તેમજ સાથે સાથે ત્રણ દુકાનોને પણ નુકસાન પણ પહોચ્યું છે.

જાણવા મળ્યું છે કે, આ ઘટના 7 ઓક્ટોબરના રોજ બની હોવાનું જાણવા મળ્યું હતી. બસને હબીબગંજ પોલીસે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા મિકેનિક મહેબૂબ ખાને જણાવ્યું હતું કે, બસની ટક્કર લાગ્યા બાદ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અમને અત્યાર સુધી બસના માલિક તરફથી કોઈ મદદની જાહેરાત કરવામાં આવી નથી. બસની ટક્કરથી દુકાનને થયેલા નુકસાનનું કોઈ વળતર પણ મળ્યું નથી. બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *