ગુજરાત(Gujarat): બોટાદ(Botad)ની પ્રગતિ અને વિકાસ માટે બોટાદની જનતા માટે પાયાના પ્રશ્નોનું કાયમી નિવારણ ખુબ જરુરી છે, આજે ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી ખુબ બોટાદની જનતા પરેશાન છે, બોટાદને રાજ્યમાં નવા જીલ્લા તરીકે માન્યતા મળ્યા પછી કોઇ ખાસ સરકારી માળખાગત સુવિધા તો ન મળી પરંતુ બોટાદની જનતા પાયાની અને મુળભુત સુવિધાથી વંચિત થતી જાય છે આ અંગે કોંગ્રેસ (Congress)ના પ્રવક્તા મનહર પટેલ(Manhar Patel) દ્વારા સતત મુખ્યમંત્રી(Bhupendra patel)ને આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી.
આજે ફરી એક વખત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે દ્વારા સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, બોટાદએ ભાજપા માટે દવલો ડીસ્ટ્રીકટ અને રાજય સરકાર માટે આંગળીયાતમા આવેલ હોય તેવો તંત્ર અને સરકાર બોટાદની જનતા સાથે થઇ રહ્યો છે. બોટાદ શહેરની જનતા નગરપાલિકાના ગોબરા વહીવટથી ગંદકી-ટ્રાફિક અને પાણીથી પરેશાન છે.
અનેક વાર મારી રજુઆત રહી છે કે, બોટાદ બ્રાંચ કેનાલ-સબ કેનાલ કે, UGPL મા ખાનગી કોન્ટ્રાકટસઁ ઉપર સરકારી રહેમ સાથે ભ્રષ્ટાચાર થાય છે અને તેના પરિણામ થકી નબળા કામોના કારણે ખેડુતો આ સારી યોજનાના લાભોથી વંચત રહે છે. કરોડો રુપિયાની જોગવાય નમઁદા કેનાલની સફાઇ માટે દર વષેઁ રાજય સરકાર કરે છે પરંતુ બોટાદ બ્રાંચ કેનાલની જીંઝાવદર માઇનોર કેનાલની આ હાલત છે રાજય સરકારના આ કહેવાતા વિકાસના કાયોઁની ઝાંખી કરાવે છે.
કરોડો રુપિયાના ખચેઁ તૈયાર થયેલ સબ કેનાલ અને માઇનોર કેનાલ જીંજાવદરમા કયા છુપાઇ છે તે શોધવા માટે નવા અલાયદા બજેટની જોગવાય કરવામા આવે તેવી માંગ કરીએ છીએ. ૭૦૦ થી વધુ નમઁદાની કેનલો તુટી છે અને તુટતી રહી છે તેનુ મુખ્ય કારણ કેનલોના નિમાઁણ અને કેનલ મરામતમા કરોડો રુપિયા નો ભ્રષ્ટાચાર છે.
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે વધુમાં જણાવતા કહ્યું કે મારો ખુલ્લો આક્ષેપ છે કે, આ માટે નમઁદા નિગમના ચેરમેન અને બોડઁના તમામ સભ્યો જવાબદાર છે, નિગમની અસીમ કૃપા એજેન્સીઓ પર કારણે ખેડુતોની જીવાદોરી સમાન નમઁદાનો લાભ ખેડુતોને જેટલી ઝડપે અને જેવો મળવો જોઇએ તેટલો મળ્યો નથી. દુભાગ્ય છે મારા બોટાદનુ કે રાજય સરકાર કરોડો રુપિયાના ખચઁ પછી જમીન ઉપર નમઁદા કેનલો શોધવાનો વખત આવ્યો છે.
રાજયની મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે, ગુજરાતના ખેડુતોને નમઁદા યોજનાનો સાચો લાભ આપવા માટે આપ સંવેદન હોય તો ગુજરાત રાજય નમઁદા નિગમ લી. ના ચેરમેન અને બોડઁના તમામ સભ્યોને પાણીચુ પકડાવો અને ગુજરાતની ભુમિને ઓળખે, ગુજરાતની ખેતી અને ખેડુતોની સંવેદનાને સમજે તેવા જનસેવકોને આ નિગમ સોપવામા આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.