સુરત(Surat): દિવાળી(Diwali)ને લઈને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ફટાકડા ફોડવાની મોજ મસ્તીમાં ક્યારેક જીવનું જોખમ બાળકો ઉભું કરી દેતા હોય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. સુરતના યોગીચોક વિસ્તાર(Yogichok area)ની તુલસી દર્શન(Tulsi Darshan) સોસાયટીની બહાર ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને જોતા માત્ર બાળકોએ નહીં પરંતુ માતા-પિતાએ પણ સાવચેત થઇ જવાની જરૂર છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, નાના બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે એકઠા થયા હતા. ત્યાં ફટાકડા ફોડવા જતાની સાથે જ આગની જ્વાળા ભભૂકી ઉઠી હતી જેના લીધે પાંચ જેટલા બાળકો આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયા હતા અને દાજઝી ગયા હતા. આ સમગ્ર આગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સોસાયટીના આસપાસના વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગેસ લીક થયો હતો અને તે ગેસ ગટર લાઇનમાં પ્રસરી ગયો હતો તેવી જાણકારી મળી છે. જેના કારણે આ સમગ્ર ઘટી હતી.
તમને જણાવી દઈએ કે, યોગીચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટીના ગેટ પાસે બે દિવસ અગાઉ ફટાકડા ફોડવા માટે પાંચ બાળકો એકઠા થયા હતા. પહેલા બાળકો સોસાયટીની અંદર ટોળું કરીને બેઠા હતા. ત્યારબાદ તેમની સોસાયટીની બહારથી પસાર થતી ગટર લાઇનના ઢાંકણ ઉપર તેઓ એકઠા થયા હતા. બાળકોએ ફટાકડા ફોડવા જતા આગની જ્વાળાઓ નીકળી હતી અને આગને કારણે બાળકો દાઝી ગયા હતા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા આ વિડીયો જોનાર તમામ લોકોની આંખો પહોલીને પહોળી રહી ગઈ હતી. ખાસ કરીને બાળકો ફટાકડા ફોડવા માટે જતા હોય છે ત્યારે તેમના માતા પિતાએ કે વડીલોએ તેમની સાથે હાજર રહેવું જોઈએ. જેને કારણે આ પ્રકારની ઘટના ન ઘટે. બાળકો ફટાકડા ફોડવામાં પોતાનું ધ્યાન ખોઈ બેસે છે અને એક મોટી ઘટનાને અંજામ આપી શકે છે. એટલે ફટાકડા ફોડતા સમયે માતા-પિતાએ બાળકનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.