તાજેતરમાં જ એસીબી દ્વારા લિંબાયત ઝોનના આકારણી વિભાગનો કલાર્ક બાંધકામમાં વેરો ઓછો બતાવવા માટે 5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, 42 હજારનો પગારદાર આકારણી ક્લાર્ક 1 મહિના પછી નિવૃત થવાનો હતો. સરકારી તિજોરીને ચૂનો ચોપડતો ક્લાર્ક આવા ઘણા લોકો પાસેથી વેરો ઓછો બતાવવા લાખોની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, લાંચિયા કલાર્કને ઝડપી પાડવા એસીબીએ શુક્રવારે મોડીરાતે ડિંડોલી ચાર રસ્તા સાંઇ પોઇન્ટ પાસે વોચ ગોઠવવવામાં આવી હતી. લાંચની રકમ લેવા આવેલો આકારણી વિભાગનો 58 વર્ષીય કલાર્ક અમૃત વસ્તાભાઈ પરમાર 5 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયો હતો.
કલાર્કને લાંચના છટકામાં પકડી પાડવા માટે સાંજથી એસીબીની ટીમે જાળ બિછાવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ લાંચિયો કલાર્ક હમણાં આવું છું….હમણાં આવું છું એમ કહી આવતો ન હતો. ત્યારબાદ મોડીરાત્રે કર્ફ્યુના સમય દરમિયાન એસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. લિંબાયતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે લિંબાયતમાં પ્લોટની માપણી કરાવી હતી.
તે વખતે લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે 5 હજારની માંગણી કરવામાં આવી હતી. જે-તે વખતે દુકાનદારે 4 હજાર કલાર્કને આપ્યા હતા. પછી દુકાનદાર દ્વારા પ્લોટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનો વેરો ઓછો કરવા માટે ક્લાર્કે 5 હજારની માંગણી કરવામાં આવી હતી. વારંવાર લાંચની માંગણી કરતો હોવાથી કંટાળીને કલાર્કએ તેના એક મિત્રને વાત કરી હતી. જેથી મિત્રએ એસીબીમાં ફરિયાદ આપી હતી. અને તેને પકડી પાડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.