સુરત(Surat): શહેરમાં પુણા વેડછા પાટીયા વિસ્તારમાં આવેલ મંગલમ માર્બલની સામે જાહેર રોડ ઉપરથી બોલેરો જીપમાં શાકભાજીની આડમાં સંતાડીને લાવવામાં આવેલ રૂપિયા 3.59 લાખની કિંમતની 3180 નંગ વિદેશી દારૂની બોટલ સાથે પોલીસે બે રાજસ્થાની(Rajasthani)ઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બૂટલેગરોની દારૂની વધુ એક નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ડીસીબીએ લાખો રૂપિયાના દારૂની હેરાફેરી(Alcohol rigging) ચક્કરમાં એકને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસને જાણકારી મળતા વોચ ગોઠવી હતી:
ડીસીબી પોલીસે જણાવતા કહ્યું હતું કે, નાસિકથી શાકભાજીની સાથે સુરતમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની વાત પોલીસને જાણવા મળી હતી. જેના પર ધ્યાન રાખી તપાસ કરતા જાણકારી મળી હતી કે, રાજુ કાલુરામ લુહાર તથા મુકેશ ઈન્દારામજી મેધવાલ નામના બે ઈસમો રાજુ સોની વિષ્ણુગોપાલ સોની પાસેથી નાસિકથી દારૂ મંગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલીસને પણ ગુરુવારે જીપ (GJ-07-TU-0318)માં દારૂ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.
પોલીસ કુલ 8.59 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત:
વધુમાં જણાવતા કહ્યું હતું કે, પોલીસે જાણકારી મળી હતી તેનાં આધારે પુણા વેડછા પાટીયા મંગલમ માર્બલની સામે જાહેર રોડ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન નાસિકના પંચવટી શાકભાજી માર્કેટથી શાકભાજીની આડમાં સંતાડીને લાવવામાં આવેલ વિદેશી દારૂ તથા બીયરના ટીન ભરેલી જીપ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. કરવામાં આવેલ તપાસમાં પોલીસને નાની મોટી બાટલી નંગ-3180 જેની કિંમત રૂપિયા 3,59,040 તથા બોલેરો પીકઅપ ગાડી મળીને કુલ પોલીસે 8,59,540નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા રાજુ કાલુરામ લુહાર (ઉ.વ.33) (રાજસ્થાન), મુકેશ ઈન્દારામજી મેધવાલ (ઉ.વ.19) (રાજસ્થાન) અને વોન્ટેડ આરોપીમાં રાજુ સોની વિષ્ણુગોપાલ સોની (રાજસ્થાન) આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.