રાધનપુર હાઇવે પર કાર, રીક્ષા અને બાઇક ત્રણેય એક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક સવારનું મોત અને…

આજકાલ અકસ્માતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. 50% લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન આજે હારીજ રાધનપુર હાઇવે પર વાદી…

આજકાલ અકસ્માતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. 50% લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન આજે હારીજ રાધનપુર હાઇવે પર વાદી વસાહત નજીક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, હારીજથી ત્રણ કિલોમીટર દૂર રાધનપુર હાઇવે પર વાદી વસાહત નજીક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડી રોડની સાઈડ ગુલાટી ખાઈ ગઈ હતી. તો રીક્ષાને પણ મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત બેથી વધુ લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતા હાઇવે પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ​​​​​​​સરવાલ ગામનાં ઠાકોર કાનજી મેવાજી સવારે હારીજ કામ માટે જઇ પરત બાઇક લઇ સરવાળ આવી રહ્યાં હતાં. ત્યારે પાછળ માત્રૉટા ગામનાં રવિભાઇ ઈશુભાઇ દેવીપૂજક રીક્ષા નં.yj GJ 24 W 2933 લઇ સમી બાજુ જઇ રહ્યો હતો. ત્યારે સામેથી સફેદ કાર નંબર GJ 24 K 4706ના ડ્રાઈવરે પૂર ઝડપે હંકારી બાઇકને ટક્કર મારી અને તે રીક્ષા સાથે અથડાયો હતો. અને અકસ્માત સર્જી ભાગી ગયો હતો.

આ દરમિયાન સરવાડના બાઇક સવારને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે રીક્ષા ચાલકને ઈજાઓ થતા રેફરલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે રીક્ષા ચાલક રવિભાઇ દેવીપુજક દ્વારા કાર ચાલક વિરૂદ્ધ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં હાલ વધુ તપાસ હારીજ પોલીસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *