પત્નીનું ધ્યાન રાખવા બનેવીએ સાળીને ઘરે બોલાવી, પછી રૂમમાં બંધ કરીને 2 મહિના સુધી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના મધ્ય પ્રદેશમાં સામે આવી છે.

મધ્ય પ્રદેશના ધાર જીલ્લામાં 10 વર્ષીય યુવતી સાથે રેપની ઘટના સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ યુવતીનો બનેવી જ છે. તેણે બે મહિનાથી વધુ સમય સુધી રૂમમાં બંધ કરી તેનો રેપ કર્યો. અને ધમકી આપી હતી કે, કોઈને કહેવા પર મારી નાખીશ. આ યુવતી આરોપીના ચંગૂલમાંથી છૂટી પોતાના ઘરવાળાઓને સૂચના આપી. હાલમાં પોલીસે પીડિતાની ફરિયાદ નોંધીને આરોપી જીજા સામે દુષ્કર્મનો મામલો નોંધી તેની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી અજય તેનો બનેવી છે અને પીથમપુરમાં રહે છે. 17 માર્ચ 2020ના રોજ તે અમારા ઘરે આવ્યો અને મારા પરિવારને કહ્યું કે, તેની પત્નીની તબિયત ખરાબ છે. પીડિતાએ જણાવ્યું કે, અજય ઘરના કામકાજ સંભાળવાના બહાને મને પોતાની સાથે પીથમપુર લઈ ગયો હતો, જ્યાં હું બે દિવસ સુધી મારી બહેન સાથે ઘરે રહી. જે બાદ બનેવી અજય કંપની દેખાડવાના બનાવે પોતાની સાથી લઈ ગયો અને ભાડાના મકાનમાં બંધ કરી મારી સાથે બે મહિના સુધી મારી ઉપર દુષ્કર્મ કરતો રહ્યો. તેણે મને કોઈને કહેવાની ના પાડી હતી.

બનેવી બહાર જાય ત્યારે તે મને રૂમમાં બંધ કરી બહારથી તાળું મારીને જતો હતો. એક દિવસ જીજો તાળું લગાવતા ભૂલી ગયો અને આ મોકાનો જ લાભ ઉઠાવી હું ત્યાંથી ભાગી ગઈ. રસ્તા પર જઈ રહેલા કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી મેં મારા ભાઈને ફોન લગાવી સૂચના આપી. ઘરે આવી મેં સમગ્ર ઘટના પરિવારને જણાવી અને ધરમપુરી પોલીસ સ્ટેશનમાં મામલાની ઘટના નોંધાવી. પોલીસે આરોપી જીજા અજય વિરુદ્ધ કલમ 376 અને અન્ય કલમોમાં દુષ્કર્મનો મામલો નોંધી લીધો. આરોપી ફરાર છે, પોલીસ તેની તલાશમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *