સાવચેત! આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી- આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અનુસાર, આજથી રાજ્યમાં ફરીથી ધોધમાર વરસાદ(Heavy Rain) ખાબકી શકે છે. જો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અનુસાર, આજથી રાજ્યમાં ફરીથી ધોધમાર વરસાદ(Heavy Rain) ખાબકી શકે છે. જો વાત કરવામાં આવે તો તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ એટલે કે આજે અને આવતીકાલે એમ બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી(Rain forecast) કરવામાં આવી છે.

ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 ઓગસ્ટના રોજ એટલે કે આજે ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી આગાહી?
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે, આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની ખાબકી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે અને સાથે જ રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળ સપાટીમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની ખાબકી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *