છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું.અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા,ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું નિધન, મોડી રાતે લીધા અંતિમ શ્વાસ,છેલ્લા 80 વર્ષ થી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા.
ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. જ્યારે 28મે ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકવામાં આવશે. માર્ચમાં સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યાની અફવા ફેલાઈ હતી. પરંતુ તેઓએ મંગળવારે મોડી રાતે તેમને દેહત્યાગ કર્યો હતો.
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજીને આજરોજ સવારના સમયે સમાધિ આપી દેવામાં આવી છે. જીતુભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ચૂંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી છે. હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી ત્યાં તેમના લાઈવ દર્શન ભક્તો કરી શક્યા નથી. પરંતુ સોશિયલ મીડિયાની મદદથી ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી જ્યાં ચુંદડીવાળા માતાજી ગાદી પર બેસતા હતા, ત્યાં એક જગ્યા ઉપર માતાજીને સમાધિ આપવામાં આવી છે. રૂત્ર સૂક્તના અભિષેક દ્વારા વિવિધ નદીઓના જળ લાવી ચુંદડીવાળા માતાજીને સમાધી આપવામાં આવી હતી. માતાજીને આજે સવારના સમયે સ્નાન કરાવ્યા બાદ તેમના નશ્નરદેહને પાંચ પ્રકારના લેપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માતાજીને શણગાર સજીને સમાધી સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news