દેશ માટે ગોલ્ડ મેડલ લાવનારી દિવ્યાંગ દીકરીની એવી ભૂંડી હાલત થઇ કે, જોઇને આંખો ભીની થઇ જશે

Badminton Player Swati: જ્યારે દેશ માટે કોઈ ખેલાડી મેડલ જીતે છે તો તે ગર્વની વાત હોઈ છે. મોટા અધિકારીઓ અને નેતા તેની સાથે દરેક લોકો તેમની સાથે ફોટોગ્રાફ લેવા પહોંચી જાય છે, પરંતુ તે જ ખેલાડીની આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે કોઈ નેતા કે અધિકારી તેને પૂછતાં પણ નથી. આવું જ કંઈક યુપીના જાલૌનની એક બેડમિન્ટન ખેલાડી સાથે પણ થયું છે.

24 જૂન, 2022 ના રોજ, જ્યારે સ્વાતિએ લખનૌમાં આયોજિત બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી, ત્યારે બધા જ તેને અભિનંદન આપવા માટે ઘરે પહોંચ્યા હતા. પરંતુ જ્યારે હવે તેની રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રાઉન્ડમાં છે, ત્યારે કોઈ તેની મદદ માટે આગળ આવતું નથી. જાણ થઇ છે કે સ્વાતિની માર્ચમાં નેશનલ ટૂર્નામેન્ટ થવાની છે. તેની કિટ માટે તે બધાને વિનંતી કરે છે, પરંતુ તેનું કોઈ સાંભળવા તૈયાર નથી.

ડીએમ તરફથી પણ કોઈ મદદ મળી નથી
ગોલ્ડ મેડલ વિજેતા સ્વાતિ સિંહ જાલૌનના અમિતા ગામની રહેવાસી છે. 21 વર્ષની નાની ઉંમરે તેણે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. માર્ચ મહિનામાં તેની રાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે. જેને લઈને તે ખૂબ ચિંતિત છે. કંઈક મદદ મળી જાય તે માટે તે જાલૌન જિલ્લાની મેજિસ્ટ્રેટ ઓફિસ માં પહોંચી, તેમ છતાં તેને ત્યાંથી પણ કંઈ આર્થિક મદદ મળી નહિ. સ્વાતિ નું કહેવું છે કે, હું દેશ માટે રમવા માંગુ છું, છતાં પણ અધિકારીઓ અને નેતાઓ મને સાથ નથી આપતા. મારે પ્રેક્ટિસ માટે એકેડેમી અને સ્પોર્ટ્સ કીટ ની જરૂર છે, પરંતુ તે પણ શક્ય નથી.

આખરે દેશની દીકરીઓ કેવી રીતે આગળ વધશે?
જયારે સ્વાતિ સિંહ ડીએમ જાલૌનને મળવા પહોચી ત્યારે તેને તેનો પક્ષ રાખતા કહ્યું કે.. જ્યારે ભારતે ઓલિમ્પિકમાં ઘણા મેડલ જીત્યા ત્યારે સરકારે યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે કહ્યું હતું. પરંતુ તે પ્રમાણે રમતગમતના ખેલાડીઓને મેદાન પર કોઈ પણ સુવિધાઓ મળતી નથી. આજે હું પણ પ્રેક્ટિસ માટે ઝંખું છું. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના આશ્વાસન બાદ પણ મને કોઈ પ્રકારની મદદ મળી રહી નથી

ડીએમ જાલૌનને મળવા પહોંચેલી સ્વાતિ સિંહે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે જ્યારે ભારતે ઓલિમ્પિકમાં ઘણા મેડલ જીત્યા ત્યારે સરકારે યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે કહ્યું હતું, પરંતુ રમતગમતના ખેલાડીઓને મેદાન પર કોઈ સુવિધાઓ મળી રહી નથી. આજે હું મારી પોતાની પ્રેક્ટિસ માટે ઝંખું છું. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના આશ્વાસન બાદ પણ મને હજી કોઈ પણ મદદ મળી નથી .

ગોલ્ડ મેડલના બદલામાં મેળવી ખાતરી
ગોલ્ડ મેડલ જીત્યા બાદ સ્વાતિ સિંહ ને માત્ર આશ્વાસન જ મળ્યું છે , ત્યારબાદ તેણે પત્ર જારી કરીને જણાવ્યું કે હું સ્વાતિ સિંહ રાજ્યની બેડમિન્ટન ખેલાડી છું અને મારીઆર્થિક સ્થિતિ ખુબ ખરાબ છે. એકેડમી અંગે  મારે સરકાર તરફથી મદદની જરૂર છે. ઘણી વખત ડીએમ અને નેતાઓને મળી, પરંતુ કોઈ પણ મદદ કરવા માટે ત્યાર નથી . રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ હું સ્પોર્ટ્સ કીટ માટે આમતેમ ફર્યા કરું છું . મારે માર્ચ 2023માં રાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે, પરંતુ મારી પાસે પ્રેક્ટિસ માટે કોઈ એકેડમી નથી.

દિવ્યાંગ સ્વાતિનો ઉત્સાહ
પોતાનું દર્દ વ્યક્ત કરતાં સ્વાતિએ કહ્યું કે એક હાથ ન હોવા છતાં પણ મેં ક્યારેય પડકારો સામે હાર માની જ નથી, પરંતુ ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ હું બેટી પઢાવો અને બેટી બચાવોના યુગમાં હું એકલતા જ અનુભવું છું. ડીએમથી લઈને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સુધી બેઠકો કરી છે, પરંતુ મદદના બદલામાં ફક્ત આશ્વાસન જ મળ્યું છે બીજું કંઈ મળિયું નથી. એક બાજુ દેશના ખેલાડીઓ પોતાનો ધ્વજ લહેરાવી ગર્વ અનુભવી રહ્યા છે ને બીજી બાજુ સ્થાનિક પ્રતિભાઓ મરતી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *