મોદી: શાહિનબાગ સાંપ્રદાયિક એકતા તોડવાનો પ્રયોગ છે, જો આજે નહિ રોકીએ તો…

હાલ દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં લઇને દરેક રાજકીય પાર્ટીઓ પુરા જોરશોરથી પ્રચારમાં લાગી ગઇ છે. ભાજપ પાર્ટી તરફથી અમિત શાહ અને અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે સભાઓ કરી છે ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચૂંટણી જાહેર થયા બાદ પહેલી વખત દિલ્હીમાં રેલીને સંબોધિત કરશે.

અત્યારે પ્રધાનમંત્રી શાહદરામાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા છે. તેમણે સંબોધનમાં કહ્યું કે દિવાળીએ જેવી રીતે નવો રંગ લગાડવા પહેલા જૂનો રંગ ઉખાડવો પડે છે તેમ નવું કરવા માટે જૂની પરેશાનીઓ દૂર કરવી પડી છે. તેમણે ઝુંપડપટ્ટીઓને કાયદેસર કરવાથી લઇને રામ મંદિર, આર્ટિકલ 370, શત્રુસંપત્તિ કાયદો સહિતના મુદ્દાઓ પર વાત રાખી હતી.

 મોદીએ કહ્યું કે…

‘‘આ સંયોગ નથી, પ્રયોગ છે. તે રાષ્ટ્રના સોહાર્દને ખંડિત કરવાનો ઇરાદો ધરાવે છે. સરકારના તમામ આશ્વાસન બાદ આ સમાપ્ત થઇ જવું જોઇતું હતું . પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રાજકારણની રમત રમી રહ્યાં છે. હવે તમામ વાતો ઉજાગર થઇ ચૂકી છે. બંધારણ અને ત્રિરંગાને સામે રાખીને જ્ઞાન વેચી રહ્યા છે. આપણું બંધારણ જ, દેશના ન્યાયંત્રનો આધાર છે.

બંધારણની ભાવનાને અનુરૂપ જ ન્યાયાલય ચાલે છે. લોકોને ન્યાય આપે છે. આપણી સુપ્રીમ કોર્ટની ભાવના એ જ રહી છે કે વિરોધ પ્રદર્શનથી સામાન્ય લોકોને પરેશાની ન થાય. દેશની સંપત્તિનો નાશ ન થાય. પ્રદર્શનમા થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટે તેમની નારાજગી હંમેશા દર્શાવી છે. આ લોકો કોર્ટની વાત જ નથી માનતા અને બંધારણની વાત કરે છે. જે બંધારણે ન્યાયપાલિકા બનાવી અને ન્યાયપાલિકા જે કહે તે માનવા તૈયાર નથી. ’’

‘‘દિલ્હીથી નોએડા જતા લોકોને ઘણી પરેશાની થઇ રહી છે. દિલ્હીની જનતા ચૂપ છે. તે જોઇ રહી છે. દિલ્હીનો નાગરિક ગુસ્સામાં છે અને તે ચૂપ છે. મિત્રો આ માનસિકતાને અહીં જ રોકવી જરૂરી છે. ષડયંત્ર રચનારાઓની તાકાત વધી તો કાલે કોઇ બીજો રસ્તો , બીજી ગલીને રોકવામાં આવશે. અમે દિલ્હીને આ અરાજકતામાં નહીં છોડીએ. ભાજપને આપવામાં આવેલા બધા વોટ તે કરવાની તાકાત રાખે છે. અમારી સરકાર કર્તવ્યોને નિભાવવા માટે પુરી નિષ્ઠા સાથે કામ કરી રહી છે. દિલ્હી અને અહીંના લોકોના વિકાસને વધુ ગતિ આપવામાં આવશે.’’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *