‘આજે ધરતી ફાટશે અને હું સમાઈ જઈશ’ કહી 90 વર્ષીય વૃદ્ધા ધુણી ધખાવીને બેઠાં, અને પછી જે થયું… જુઓ વિડીયો

હાલ રાજસ્થાન (Rajasthan)ના અલવર(Alwar) જિલ્લામાંથી એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં અલવરના ખેડલી(Khedli) શહેરમાં સોમવારના રોજ લગભગ 5 કલાક સુધી 90 વર્ષીય વૃદ્ધ મહિલાની અંધશ્રદ્ધાનું નાટક ચાલ્યું હતું. ત્યારબાદ પોલીસની સમજાવટ બાદ મહિલાને જીવતી સમાધિ લેવાના સ્થળેથી હટાવી દેવામાં આવી હતી અને ભજન કીર્તન અટકાવી મામલો શાંત પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, 90 વર્ષીય ચિરોંજી પત્ની દીપારામ સૈની ખેરલીના રહેવાસી છે. તેઓ સોમવારના રોજ સવારના 11 વાગ્યાથી પોતાના ઘરની બાઉન્ડ્રી વોલની અંદર ગુલાલ અને વાંસનો ઘેરાવો બનાવીને ધ્યાન કરવા બેઠા હતા. આ દરમિયાન મહિલાએ તેના પુત્ર અને પરિવારને જણાવ્યું કે, તેને તેની માતાએ એક મહિનાથી કહ્યું છે કે આજે પૃથ્વી ફાટી જશે અને તે એમાં સમાઈ જશે. તેથી આજે પૃથ્વી માતા તેમને ધરતીમાં જગ્યા આપશે.

ત્યારે આ અંગે મહિલાના પરિવારજનોએ કહ્યું હતું કે, તેની માતાને ત્રણ મહિનાથી દૈવી તરફથી કેટલાક સંકેત મળવા લાગ્યા હતા, જેનો તે અવાર નવાર ઉલ્લેખ કરતી હતી. એ જ રીતે આજે પણ તેણે કહ્યું કે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં પૃથ્વી વિસ્ફોટ થશે અને તે તેમાં સમાઈ જશે. આ વાતની જાણ સ્થાનિકોને થતા સ્થાનિક લોકો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તેમજ ભજન કીર્તન શરૂ કર્યું હતું.

ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ ખેરલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ મહિલા અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કર્યું. તેમજ મહિલાઓ અને સામાન્ય જનતાને અંધશ્રદ્ધાના જાળમાં ન ફસાવાની સલાહ આપી હતી. પોલીસે મહિલાને દફન સ્થળ પરથી હટાવી પરિવારના સભ્યોને અંધશ્રદ્ધા ન કરવા સંયમ આપ્યો હતો. પરંતુ ધરતી ફાટવા જેવી ઘટના માટે સામાન્ય લોકોની ઉત્સુકતા સાંજ સુધી તેમને રોકી રાખી હતી. સાંજના 7 વાગ્યા પછી પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે જઈને સામાન્ય જનતાને ફરી અંધશ્રદ્ધામાં ન પડવાની અપીલ કરીને મામલો શાંત પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *