સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર શરુ થઈ ગઈ છે ત્યારે એને ધ્યાનમાં લેતાં સતત વધતા જતા કેસો પર અંકુશ રાખવા માટે સમગ્ર દેશનાં કેટલાંક શહેરોની અંદર આજથી વીકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરવામાં આવી રહી છે. મુંબઈમાં આની અસર ખાસ વર્તાઈ રહી છે.
આની સાથે જ સ્થાનિકો સવારથી બજારમાં તેમજ અન્ય દુકાનો પર સામાનની ખરીદી કરવા માટે ખુબ મોટા પ્રમાણમાં હાજર થઈ રહ્યા છે. કોરોનાનું સંકટ ફરીથી સમગ્ર દેશમાં પોતાનો સકંજો કસી રહ્યું છે, જેને કારણે સંક્રમણને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસન કડકાઈ પણ વર્તી રહી છે.
ભારતનાં કેટલાંક રાજ્યો તથા શહેરોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે તો કેટલીક જગ્યાએ આજથી વીકેન્ડ લોકડાઉનની પણ શરૂઆત થવા માટે જઈ રહી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે કે, જે આખા એપ્રિલ માસ સુધી યથાવત રહેશે.
જેમાં શુક્રવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે તથા પુણે જેવાં શહેરોમાં કોરોના મહામારીના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે કે, જેને લીધે અહીં સંક્રમણને કાબૂમાં લેવા માટે વીકેન્ડ લોકડાઉનની જરૂર રહેલી છે.
Maharashtra: Crowd seen at Dadar Vegetable Market in Mumbai this morning.
Mumbai reported 8,938 new #COVID19 cases & 23 deaths yesterday. pic.twitter.com/WAcDsWBmU5
— ANI (@ANI) April 9, 2021
જાણો ક્યાં-ક્યાં થશે લોકડાઉન?
મુંબઈમાં વીકેન્ડ લોકડાઉનની શરૂઆતના થોડા સમય અગાઉ માર્કેટમાં ખરીદી કરવા માટે લોકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. દાદરના શાક માર્કેટમાં ખુબ મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યા હતા. રાજ્યના શહેરોમાં હવે વીકેન્ડ લોકડાઉનનો અમલ કરાવવામાં આવશે એટલે કે ભોપાલ, ઈન્દોર, છિંદવાડ. ગ્વાલિયર, જબલપુર સહિતનાં શહેરમાં લોકડાઉન રહેશે.
આ પ્રતિબંધ શુક્રવારની સાંજે 6 વાગ્યાથી લઈને સોમવારની સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન ફક્ત જરૂરી કાર્ય કરવા માટે લોકોને બહાર નીકળવાની મંજુરી આપવામાં આવશે. આની સાથે જ 8 એપ્રિલથી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે.
જયારે કોલારમાં 9 એપ્રિલથી 9 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તથા શાજાપુરમાં આજથી 2 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી બંધ રહેશે.
ક્યાં સુધી વીકેન્ડ લોકડાઉન રહેશે?
આપને જણાવી દઈએ કે, દેશનાં કેટલાંક રાજ્યોમાં ફક્ત ગણતરીના જિલ્લાઓ તેમજ પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પણ મહારાષ્ટ્રના તમામ પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે કે, જે શુક્રવારની સાંજે 6થી સોમવારની સવારમાં 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
વીકેન્ડ લોકડાઉનની ગાઈડલાઈન્સ:
ગત વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં જે મુજબ કડક લોકડાઉનનો અમલ કરાવવામાં આવ્યો હતો એ જ રીતે આ પણ બિલકુલ એવું જ રહેશે. લોકોને બિન-જરૂરી બહાર ફરવા પર પ્રતિબંધ તેમજ શાકભાજીના વેચાણ માટે પણ મંજુરી લીધેલ દુકાનોને જ શરુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આની સાથે જ એકદમ જરૂરી ક્ષેત્રના લોકોને જ કામ પર જવાની મંજુરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તો ફક્ત હોમ-ડિલિવરીની મંજુરી આપવામાં આવી છે એટલે કે, કોઈપણ વ્યક્તિ હોટલમાં જઈને ખાઈ પણ નહીં શકે તેમજ પેક પણ નહીં કરાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.