આજની યુવાપેઢી સોશિયલ મીડિયા(Social media) પાછળ ગાંડી થઈ ગઈ છે. ઘણા લોકો એવા પણ છે જેઓ સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરે છે, પરંતુ એવા પણ લોકો છે જેઓ સોશિયલ મીડિયા દ્વારા ગેરમાર્ગે દોરાય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, એક બિઝનેસમેન(Businessman) પિતાએ પોતાની 13 વર્ષીય દીકરીનું ઈન્સ્ટાગ્રામ(Instagram) એકાઉન્ટ ડિલિટ કર્યું તો આ દીકરી ઘર છોડીને ભાગી ગઈ હતી. તે માત્ર 20 દિવસ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકને મળવા માટે રવિવારે સાંજે ભાગી ગઈ હતી.
આ ઘટના વિસ્તારના સેક્ટર 8ની છે. રવિવારે મોડી રાત સુધી સગીરા પરત ન ફરતા પરિવારના લોકો ચિંતામાં મુકાયા હતા. તેથી પરિવારજનો દ્વારા વિદ્યાધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાળકીની શોધખોળમાં પોલીસ ટીમ મોકલવામાં આવી હતી. સગીરા ધોરણ 8માં ભણે છે અને સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. આ યુવતી મમ્મીના મોબાઈલમાંથી ચેટ કરતી હતી, તેથી પપ્પાએ ફોનમાંથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ ડિલીટ કરી નાખ્યુ હતું.
પોલીસે તપાસ હાથ ધરતા કોઈ જાણકારી મળી ન હતી. તેથી અંતે પોલીસે પરિવારના મોબાઈલ નંબરની કોઈ ડિટેઈલ કઢાવી. બાળકી પોતાની દાદીનો ફોન લઈને ભાગી હતી, તે ફોનમાં માત્ર ઈનકમિંગ જ હતું. પોલીસે કોલ ટ્રેસિંગથી લોકેશન કાઢ્યું તો ખબર પડી કે સગીરા અજમેરમાં છે. જયપુર પોલીસે અજમેર પોલીસને જાણ કરી, ત્યાં સુધીમાં સગીરા ત્યાંથી પણ નીકળી ગઈ હતી.
બસમાં સૂઈ ગઈ હતી બાળકી:
આ પછી વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનના SHO વિરેન્દ્ર કુરીલે પોલીસ ટીમને બ્યાવર તરફ મોકલી હતી. તેથી બ્યાવરમાં શોધખોળ દરમિયાન બાળકી એક રોડવેઝ બસમાં સૂઈ ગઈ હતી. ત્યાંથી પોલીસ દ્વારા બાળકીને લઈને સકુશળ પરિવારને સોંપી છે.
મોબાઈલમાં કોઈ યુવક સાથે વાત કરતી હતી
આ ઘટનામાં પિતાને ખબર પડી ગઈ હતી કે તેની દીકરી મોબાઈલ પર કોઈની સાથે વાત કરે છે. તેથી પિતાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું હતું. જેનાથી તે નારાજ થઈ ગઈ અને તે જ સોશિયલ મીડિયા ફ્રેન્ડને મળવા ઘરેથી ભાગી ગઈ, જેનાથી તે ઈન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી. જો કે, તેની પાસે ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ કોઈ એડ્રેસ કે કોન્ટેક્ટ નંબર ન હતો.
જાણવા મળ્યું છે કે, તેનો મિત્ર બીકાનેરમાં રહે છે. યુવતી ઘરેથી ઓટો લઈને બસ સ્ટેન્ડ પહોંચી, પરંતુ ત્યાં ભૂલથી તે બીકાનેરની જગ્યાએ બાડમેરની બસમાં બેસી ગઈ હતી. આ પછી પોલીસે બાળકીને સકુશળ શોધી કાઢી. બાળકી ઈન્સ્ટાગ્રામ પર બનેલા એક ફ્રેન્ડને મળવા ભાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.