ફોન રમતા-રમતા બાળકે લાખો રૂપિયાનો સમાન ઓર્ડર કરી દીધો, જયારે ઘરે ખોખાને ખોખા આવ્યા ત્યારે…

માતા-પિતા તેમના બાળકોના મનોરંજન માટે તેમના હાથમાં મોબાઈલ આપે છે. બાળકોને મોબાઈલમાં શાંતિથી કાર્ટૂન જોતા જોઈને વાલીઓ વિચારે છે કે ‘બે ઘડી શાંતિ તો મળી!’…

માતા-પિતા તેમના બાળકોના મનોરંજન માટે તેમના હાથમાં મોબાઈલ આપે છે. બાળકોને મોબાઈલમાં શાંતિથી કાર્ટૂન જોતા જોઈને વાલીઓ વિચારે છે કે ‘બે ઘડી શાંતિ તો મળી!’ પરંતુ આવું વિચારીને બાળકને ફોન આપનાર એક માતા પિતાની ઊંઘ હરામ થઇ ગઈ હતી. જયારે 22 મહિનાના આયંશને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

ઓનલાઈન શોપિંગથી થયું માતા પિતાને નુકશાન
આ ઘટના ન્યુ જર્સીની છે, જ્યાં માતાના ફોન સાથે રમતી વખતે બાળકે કંઈક એવું કર્યું કે માતા-પિતા દંગ રહી ગયા. આજના યુગમાં તમારે કોઈ પણ સામાન મેળવવા માટે વિચારવાની જરૂર નથી. હવે આખું બજાર તમારા હાથમાં પકડેલા મોબાઈલમાં આવી ગયું છે. આ ઓનલાઈન શોપિંગથી લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ યુ જર્સીના આ પેરેન્ટ્સ માટે આ ઓનલાઈન શોપિંગથી મોટું નુકશાન થયું છે.

બાળકે 1.4 લાખનું ફર્નિચર મંગાવી લીધું
હકીકતમાં, ન્યુ જર્સીમાં રહેતા એક ભારતીય દંપતિએ તેમના 22 મહિનાના બાળકના હાથમાં પોતાનો મોબાઈલ આપ્યો જેથી તે આરામથી રમી શકે. પરંતુ બાળકના આ આરામથી માતા-પિતાના બેંક ખાતામાંથી 1.4 લાખ રૂપિયા ક્લિયર થઈ ગયા. હકીકતમાં, તેમના બાળકે ઘરે બેઠાં જ મોબાઇલ દ્વારા 1.4 લાખનું ફર્નિચર ઓર્ડર કરી દીધું હતું. બાળકના માતા-પિતાને આ અંગે કોઈ માહિતી ન હતી. જ્યારે એક પછી એક તેના ઘરે ખોખાને ખોખા આવવા લાગ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રિપોર્ટ અનુસાર, આયંશે તેના માતા-પિતા પાસેથી સ્ક્રીન સ્વેપિંગ અને ટેપિંગ શીખ્યો હતો. આ ભૂલ બાદ આયંશના પેરેન્ટ્સે તેમના ફોનની સિક્યોરિટી સેટિંગ્સને વધુ મજબૂત કરી છે. આ ઘટના અન્ય વાલીઓ માટે પણ બોધપાઠ સમાન છે. જો તમે બાળકોના હાથમાં મોબાઈલ આપો છો તો પણ તમારી ફરજ છે કે તેઓ તમને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *