ટોક્યો ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓ પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે લોકો તેમના ઓલિમ્પિક સ્ટારને ખુલ્લા દિલથી આવકારી રહ્યા છે. ચીનના માત્ર 14 વર્ષના ક્વાન હોંગચાને ડાઇવિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ, કુઆનને પુરસ્કારો પણ આપવામાં આવી રહ્યા છે, પરંતુ તેના પરિવારે દરેક પુરસ્કાર લેવાની ના પાડી દીધી હતી.
હકીકતમાં, 14 વર્ષની ઉંમરે ક્વાન હોંગચાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને રાતોરાત સોશિયલ મીડિયા પર પ્રસંસા મેળવી હતી. દેશભરના લોકો તેને વિવિધ પ્રકારની ઇનામો અને રોકડ રૂપિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ તેના ગામને વિકસાવવાની પણ જાહેરાત કરી દીધી છે.
આ દરમિયાન, ક્વાન હોંગચાનના પિતા વેનમાઓએ કહ્યું કે, તેમને ફ્લેટ સહીત ૩૦ હાજર ડોલરની ઓફર આપી હતી. પરંતુ તેણે તમામ પ્રસ્તાવને નકાર્યા હતા. મહત્વની વાત તો એ છે કે, જયારે લોકોને માલુમ પડ્યું કે, ગોલ્ડ જીતનાર ક્વાન હોંગચાન ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે, ત્યારે લોકોએ એક પછી એક ઇનામોનો ઢગલો કરી દીધો હતો. 2017 માં કાર અકસ્માત પછી તેની માતા પથારીવશ છે, તે તેના ખેતીવાડી કરતા પિતાના સામાન્ય પગાર પર નિર્ભર છે.
હોંગચનના પિતાએ ભેટ અને પુરસ્કાર આપતા દરેક લોકોના આભર માન્યો હતો. આટલા ગરીબ પરિવારમાંથી હોવા છતાં તેમને કોઈ પાસેથી કોઈ પ્રકારનું ઇનામ કે રોકડ પુરસ્કાર લીધું નોહ્તું. હોંગચનના પિતાએ કહ્યું કે, કોરોનાને જોતા લોકોએ પોતાના ઘરોમાં રહેવું જોઈએ અને માત્ર શુભેચ્છાઓ જ મોકલવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.