હાલમાં જ ટોક્યો ઓલિમ્પિકનો અંત આવ્યો છે. ત્યારે ટોકિયો માંથી અવનવા સમાચાર સામે આવતા હોય છે. હાલમાં જ સિલ્વર મેડલ જીતનાર એક મહિલા ખેલાડીએ થોડા દિવસો બાદ આ મેડલની હરાજી કરી હતી. મહિલાએ જેવલિન થ્રોમાં આ મેડલ જીત્યો હતો. તેમ છતાં મેડલની હરાજી કરવાનો તેમનો નિર્ણય લોકોને આશ્ચર્યજનક લાગ્યો હતો, પરંતુ તેની પાછળનું કારણ રુવાડા બેઠા કરે તેવું છે. તો ચાલો જાણીએ કે તેના પાછળનું સાચું કારણ છે શું?
સ્વાભાવિક છે કે, ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ દરેક ખેલાડીનું સપનું હોય છે, પરંતુ થોડા લોકોનું જ આ સપનું સાકાર થાય છે. ટોક્યો ઓલિમ્પિક 2020 માં પણ, ઘણા રમત વીરોએ તેમનું સ્વપ્ન સાકાર કર્યું. પોલેન્ડની જેવેલિન ફેંકનાર મારિયા એન્ડ્રેજિક પણ તેમાંથી એક છે.
કેન્સર જેવા રોગ માંથી સ્વસ્થ થયા પછી, 25 વર્ષની મારિયા એન્ડ્રજકે ટોક્યો ઓલિમ્પિકની જેવેલિન થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. પરંતુ થોડા જ દિવસોમાં તેણે પોતાના પહેલા ઓલિમ્પિક મેડલની હરાજી કરી. આ હરાજી મારિયાએ બાળકની સારવાર માટે પૈસા ભેગા કરવા માટે કરી હતી અને તેના માટે તેને ઓલિમ્પિક મેડલની ઓનલાઇન હરાજી કરી છે. તેની સાથે જ, તેણે એક મોટી રકમ એકત્ર કરી, જે પોલેન્ડના 8 મહિનાના બાળક મિઓઝેક માઇસાની સારવાર માટે વાપરવામાં આવશે.
સૂત્રો અનુસાર જાણકારી મળી છે કે, મિલોશક હૃદયની ગંભીર સ્થિતિ ધરાવે છે અને યુએસ હોસ્પિટલમાં તેની સારવાર થઈ શકે છે. જણાવવામાં આવ્યું કે બાળકની સારવાર માટે લગભગ 2.85 કરોડ રૂપિયાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં આ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.
આ વાતની જ્યારે મારિયાને ખબર પડી, ત્યારે તેણે એક પણ ક્ષણ વિચાર્યા વગર આ અભિયાનમાં મદદ કરવાનું નક્કી કર્યું. તેને પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે તે તેના વતી મદદ તરીકે ઓલિમ્પિક મેડલની હરાજી કરી રહી છે. અને આ મેડલ વેચીને જે પૈસા આવે તે બધાજ પૈસા સારવાર માટે આપી દેશે.
આ મેડલ માટે તેને ઓનલાઇન હરાજી કરી તેમાં તેને 92 લાખ 84 હજાર રૂપિયાની બોલી લાગી હતી. બોલીની સાથે મારિયાએ તેના વતી મેડલનું દાન કર્યું, જેનાથી લગભગ 1.5 કરોડ રૂપિયા એકત્રિત થયા.
મારિયા નું કહેવું છે કે “મેડલ માત્ર એક વસ્તુ છે, પરંતુ તે અન્ય લોકો માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. ઉપરાંત તેણે આગળ જણાવતા કહ્યું કે આ ચાંદીને કબાટમાં સ્ટોર કરવાને બદલે, તે કોઈનો જીવ બચાવી શકે છે. તેથી મેં બીમાર બાળકને મદદ કરવાનું કહ્યું.” તેની હરાજી કરવાનું નક્કી કર્યું. ” ખાસ વાત એ છે કે મારિયા ને તેનો મેડલ વિજેતા કંપની દ્વારા પાછો આપી દેવામાં આવ્યો હતો. જેથી મારીયાના ફેન્સ ખુશ થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.