બસ ચાલકે ટોલ બચાવવા ટોલકર્મીને કચડી નાખ્યો, જુઓ હૈયું હચમચાવી દેતો વિડીયો

Toll Plaza Accident Video: હરિયાણાના ગુરુગ્રામથી હૈયું હચમચાવી દેનારા સીસીટીવી સામે આવ્યા છે. જ્યાં ટોલથી બચવા માટે હરિયાણા રોડવેજના ટોલકર્મી પર બસ (Toll Plaza Accident Video) ચડાવી દેવામાં આવી છે. આ ટોલ કર્મી ગંભી રીતે ઘાયલ થઈ ગયો છે. આ ઘટના ગુડગાંવ-સોહના રોડ પર આવેલા ઘામડોજ ટોલનાકા પર બની છે.

ઘાયલ ટોલકર્મિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
ટોલકર્મી પર રોડવેઝ બસ ચડાવી દીધાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ઘાયલ ટોલ કર્મીને ઝડપથી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ટોલ પ્લાઝા પરથી એક કાર પસાર થયા બાદ પાછળ ઉભેલી બસનો ડ્રાઇવર ફુલ સ્પીડમાં બસ ભગાવી દે છે.

પોલીસે તપાસ શરૂ કરી
આ રીતે હરિયાણા રોડવેઝની બસએ સ્થળ પર ઉભેલા ટોલ કર્મીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બસના ડ્રાઈવરએ ટોલ પણ ન આપ્યો હતો. સીસીટીવીના આધારે ગુરુગ્રામ પોલીસએ હરિયાણા રોડવેઝના ડ્રાઇવર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવર પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ડ્રાઇવર વિરુદ્ધ સતત પગલાં લેવામાં આવે. આ એક રીતની ડ્રાઇવર ની બેદરકારી જણાવવામાં આવી રહી છે.