આ ટીપ્સથી ઘરે જ ઉગાડો ટામેટા, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે; જાણો સંપૂર્ણ માહિતી

Tomato Plant Gardening: સલાડ, શાકભાજીનો મસાલો કે સૂપ બનાવવું હોય તો તમામ માટે ટામેટાં જરૂરી છે. કારણ કે તમામ ભારતીય ખોરાક ટામેટા વગર અધુરો છે. પરંતુ તેના ઉપયોગથી સારો સ્વાદ ત્યારે જ મળી શકે છે જ્યારે તેનો સ્વાદ પોતે જ સારો હોય. આ જ કારણ છે કે શાકમાર્કેટમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ લોકો તેને પોતાના ઘરે લાવે છે. જો કે, કેટલીકવાર ધ્યાનથી જોયા પછી પણ સ્વાદવિહીન ટામેટાં (Tomato Plant Gardening) આવી જતા હોય છે જેના પરિણામે શાકભાજીનો સ્વાદ બગડે છે. પરંતુ જો ખેતરની જેમ ઘરે ખૂબ સારી ગુણવત્તાવાળા ટામેટાં ઉગાડવામાં આવે તો શું? ત્યારે ઘર પર ખૂબ જ સરળતાથી ટામેટાની ખેતી કરી શકશો. આ ટિપ્સ અહીં અમને શેર કરવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને આપ 1 મહિનામાં લાલ ટામેટા ખાઈ શકશો.

આ રીતે ઉગાડો ઘરે ટામેટા
ઘરે ટામેટા ઉગાડવાવા માટે માટીથી ભરેલું એક કુંડુ લેવાનું છે, તેમાં એલોવેરાની સ્લાઈસ કાપીને માટીમાં દબાવી દેવાની છે. બાદમા તેના પર એક ટામેટું રાખઈને પાણી નાખી દો. ત્યાર બાદ એક પ્લાસ્ટિક કંટેનરથી ઢાંકી દેવાનું છે. 15 દિવસ બાદ આપ કંટેનર હટાવશો તો તેમાં રુટ્સ નીકળી આવશે. બાદમાં આપે આ પ્લાન્ટને બીજા કુંડાની માટીમાં દબાવીને લગાવી દેવાની છે. 15 દિવસ બાદ કુંડામાં લાલ ટામેટાના ઝુમખા લાગશે.

યોગ્ય કુંડું પસંદ કરો
ટામેટાં ઉગાડવા માટે સૌ પ્રથમ યોગ્ય કુંડું પસંદ કરો. ટામેટાના છોડને વધવા માટે વધુ જગ્યાની જરૂર હોય છે, તેથી તમારે ઓછામાં ઓછા 10 થી 12 ઇંચ ઊંડો અને 12 થી 14 ઇંચ પહોળો પોટ પસંદ કરવો જોઈએ.

માટી મિક્સ કરો
ટામેટાના છોડને ઉગાડવા માટે પાણીની નિકાલવાળી જમીનની જરૂર પડે છે. તમે બજારમાંથી તૈયાર માટીનું મિશ્રણ ખરીદી શકો છો અથવા તમે ઘરે પણ મિશ્રણ બનાવી શકો છો. આ માટે ખાતર, માટી અને રેતી સમાન માત્રામાં મિક્સ કરો.

બીજ અથવા છોડનો ઉપયોગ કરો
નર્સરીમાંથી તૈયાર કરેલા બીજ અને છોડ બંનેનો ઉપયોગ ઉગાડવા માટે કરી શકાય છે. જો તમે આ ફળને બીજમાંથી ઉગાડતા હોવ તો તેને ભીના કપડામાં બાંધીને 24 કલાક પલાળી રાખો. વાસણમાં બીજ વાવો. ધ્યાનમાં રાખો કે બીજને 1/2 ઇંચ ઊંડે વાવવાના છે.

સૂર્યપ્રકાશ
ટામેટાના છોડ સૂર્યપ્રકાશ વિના ઉગી શકતા નથી. તેમને ઓછામાં ઓછા 6 થી 8 કલાકનો સૂર્યપ્રકાશ મળવો જોઈએ. ઉપરાંત જેમ જેમ ટામેટાંના છોડ ઉગે છે, તેમને ટેકાની જરૂર હોય છે, જેથી તમે તેમને લાકડાની લાકડીઓ વડે ટેકો આપી શકો.

જંતુનાશક દવા
ટામેટાના છોડમાં જીવાણુઓને ફેલાતા અટકાવવા માટે, તમે ડુંગળી અને લસણની છાલને પાણીમાં નાખીને જંતુનાશક સ્પ્રે બનાવી શકો છો. જો તમને છોડ પર કોઈ જંતુઓ દેખાય તો તરત જ સ્પ્રેનો છંટકાવ કરો.