કોરોના વાયરસને કારણે સરકારે શાળા અને કોલેજમા રજાની જાહેરાત કરી છે. જોકે, સરકારે દેશભરમાં પ્રથમ નવતર પહેલ શરૂ કરવાની તૈયારી કરી. શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ધોરણ ૭થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી રાજ્યની પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન કરી શકશે. આવતી કાલથી શરૂ થનારા ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમને દરોજ એક કલાક પ્રસારિત કરવામાં આવશે. ધોરણ ૭થી ૯માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. જ્યારે ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.
કોરોનાએ ભારત સહિત દુનિયાભરના દેશોમાં પ્રવેશ કરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં ય સરકારે કોરોના ફેલાય તેની તકેદારીરૂપે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો છે.એટલું જ નહીં, જાહેરમાં થૂંકનારને રૂા.500 દંડ કરવા નક્કી કરાયુ છે. છેલ્લા એક દિવસમાં રાજ્યભરમાં જાહેરમાં થૂંકનારા પાસેથી રૂા.સાડા સાત લાખ દંડ ફટકારાયો છે. રાજ્ય સરકારે કોરોનાને લઇને સતર્કતા દાખવી છે ત્યારે અત્યાર સુધી કોરોનાનો એકેય પોઝીટીવ કેસ નોંધાયો નથી. પણ આજે વધુ છ શંકાસ્પદ કેસો નોધાયા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ પર અત્યાર સુધીમાં 363 ફલાઇટમાં કુલ 33,584 મુસાફરોનુ સ્ક્રિનીંગ કરાયું છે.કોરોનાગ્રસ્ત દેશોમાં કુલ 3820 મુસાફરો આવ્યા હતાં તે પૈકી 1282 લોકોએ ઓબર્ઝેવેશન પિરીયડ પૂર્ણ કરી લીધો છે.
આજે સુરતમાં ત્રણ, અમદાવાદમાં બે અને વડોદરામાં એક એમ કુલ મળીને કોરોનાના છ શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ બધાય મુસાફરો વિદેશની મુસાફરી કરીને ગુજરાત પરત ફર્યાં છે.વિદેશની મુસાફરી બાદ ખાંશી,શરદી અને તાવની ફરિયાદ કરતાં છ શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. આવતીકાલ સુધીમાં બધાય દર્દીઓના રિપોર્ટ આવી જશે.
7.5 લાખ દંડ વસૂલવામાં આવ્યો
જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે એક દિવસમાં જાહેરમાં થૂકનારાઓ પાસેથી રૂા.7.5 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. રાજ્યમાં લોકોમાં કોરોનાનો એટલો ભય ફેલાયો છેકે,ગાંધીનગરમાં કંટ્રોલરૂમમાં ફોનની ઘંટડીઓ રણકી ઉઠી છે. કંટ્રોલરૂમમાં કોરોનાની જાણકારી મેળવવા રોજ 100 ફોન આવે છે. કોરોના કારણે રાજ્ય સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી માંડીને પ્રાણીસંગ્રહાલય બંધ કરી દીધા છે. એટલું જ નહી,અમદાવાદ શહેરના ઐતિહાસિક સ્થળોએ પણ મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.