ઘણીવાર પ્રેમમાં પડેલા લોકો ભાગી જઈને લગ્ન કરી લેતાં હોય છે ત્યારે આવા લોકોની માટે એક ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે. આશંકાને કારણે પતિ હેવાન બની ગયો હોવાંની ઘટના સામે આવી રહી છે. તેણે કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા હતાં.
મંગળવારનાં રોજ મહિલા તેના સસરાની સાથે હોસ્પિટલમાં ગઈ હતી. અહીં ડોક્ટરની ટીમદ્વારા સતત 9 કલાક સુધી ઓપરેશન કર્યા પછી બન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટરનું જણાવવું છે કે, હાથમાં મૂવમેન્ટ થઈ રહી છે. જો કે, 3થી 4 દિવસ પછી જ જાણ થશે કે હાથ કામ કરશે કે નહીં?
હોસ્પિટલમાં દાખલ આરતીએ પતિની હેવાનિયતની જાણ કરી:
લગ્નના 15 દિવસ પછી જ પતિ રણધીર ઝઘડો કરવા લાગ્યો હતો. સોમવારની રાત્રે સૌ લોકો ભોજન કરીને સુઈ રહ્યા હતા. આ રાત્રે 11 વાગ્યાનાં સુમારે રણધીરે જંગલમાંથી લાકડાં લાવવાનું કહ્યું તો મેં કહ્યું કે, આટલી મોડી રાત્રે શા માટે? આવતીકાલ સવારમાં જઈશું. તેણે જણાવ્યું કે, લાકડાં કાપીને જ રાખ્યા છે, માત્ર ઉઠાવીને લાવવાનાં છે.
ત્યારબાદ અમે ઘરેથી નીકળ્યા. ગામ નજીક આવેલ નદીના પુલની આગળ જઈ તેણે પૂછ્યું કે, લાકડાં ક્યાંથી કાપવામાં આવે. મેં કહ્યું, ઉપરથી કાપો પરંતુ તેમણે લાકડાની જગ્યાએ મારી ઉપર જ કુહાડીના વાર કર્યાં. મારા હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું. હું જમીન પર ઢળી પડી. ત્યારપછી રણધીર જતો રહ્યો હતો.
આ સમયે મેં રસ્તામાં પસાર થતી કાર-ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે મને જોઈ નહીં. રણધીર મને જોઈને ફરી મારી બાજુ આવ્યો. હું બેભાન થઈ ગઈ હોવાનું નાટક કરીને જમીન પર ઢળી પડી હતી. ત્યારપછી તે પાછો જતો રહ્યો હતો તેમજ એક ટ્રકમાં બેસીને જતો રહ્યો હતો. હું પહેલીવાર જંગલમાં ગઈ હતી. જેમ-તેમ કરીને હું ઘરે પહોંચી. ત્યારબાદ પરિવારને આ ઘટના અંગેની જાણ કરી હતી.
અઢી મહિના પહેલાં રણધીર તથા અનીતાના કોર્ટ મેરેજ થયા હતા:
અનીતાએ જણાવ્યું હતું કે, અમે અંદાજે 3 મહિના પહેલાં 8 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. 5 વર્ષ પહેલાં રાયસેનના ફુલ્વારામાં એક લગ્ન પ્રસંગમાં અમારી મુલાકાત થઈ હતી. લગ્ન કર્યાના 15 દિવસ ખુબ સારી રીતે પસાર થયા હતાં પરંતુ અચાનક મારી ઉપર તે આશંકા કરવા લાગ્યો હતો.
પિતાએ કહ્યું- મારી દીકરી મરી ગઈ, સસરા જ સારવાર કરાવી રહ્યા છે:
આરતીનું પિયર સિહોર જિલ્લામાં આવેલ સાતયોગ ગામમાં છે. ઘરમાંથી માતાપિતા તેમજ 2 નાનાં ભાઈ-બહેન છે. લગ્ન કર્યાં પછી ઘરે વાત કરવા સંપર્ક કર્યો પરંતુ પિતાએ જણાવ્યું કે, મારી દીકરી મારા માટે મરી ગઈ છે એટલે પરિવારના સભ્યો પણ મારી સાથે કોઈ વાતચીત કરતાં ન હતાં.
બીજી તરફ આરતીના સસરા નારાયણ સિંહ જ તેની હોસ્પિટલમાં સાર-સંભાળ રાખી રહ્યા છે. તેઓ જણાવતાં કહે છે કે, મારે 3 દીકરા હતા. હવે ત્રીજો દીકરો મારા માટે મરી ગયો છે. તેની સાથે મારે કોઈ જ લેવાદેવા નથી.
ડોક્ટરે 9 કલાક ઓપરેશન કરી હાથને 95% સુધી જોડી દીધો:
પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો.આનંદ ગૌતમ જણાવતાં કહે છે કે, પીડિતાને લઈ તેનો પરિવાર મંગળવારનાં રોજ અંદાજે 1 વાગે આવ્યો હતો. આ સમયે તેના બન્ને હાથ 90-95% કપાઈ ચૂક્યા હતા. અમે બન્ને હાથને જોડી દીધા છે. આજે સવારમાં તેમના હાથમાં મૂવમેન્ટ જોવા મળી છે. દર્દી તેના હાથની મૂવમેન્ટ કરી શકે છે. એમ છતાં હાથ કામ કરવા અંગે 3 દિવસમાં જ જાણ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.