ઘર અને પરિવારની જવાબદારીમાં મહિલાઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી નથી. આ વાતનો ખ્યાલ તેમને વર્ષો બાદ થાય છે. આમ તો સારું આરોગ્ય ડાયટ મહિલા અને પુરુષો એમ બંને માટે જરૂરી છે પરંતુ મહિલાઓની ડાયટ સાથે જોડાયેલી જરૂરિયાતો પુરુષો કરતાં ઘણી અલગ હોય છે. 30 વર્ષની ઉંમર બાદ પુરુષોની સરખામણીમાં મહિલાઓના હાડકાં જલ્દી નબળા પડવા લાગે છે, તેવામાં જો સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં આવે તો કેટલીક બીમારીઓ કાયમ માટે ઘર કરી જાય છે.
અળસી
આરોગ્યને વધારે સારું બનાવવા માટે અળસીને ડાયટમાં જરૂરથી સામેલ કરવું જોઈએ. અળસી ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે અને તેના સેવનથી બ્રેસ્ટ કેન્સર અને હાર્ટને લગતી બીમારીઓ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે. સાથે જ અળસીમાં એન્ટિ-ઈન્ફ્લેમેટ્રી પ્રોપર્ટી હોય છે. જેનાથી આર્થરાઈટિસ અને પેટ સાથે જોડાયેલી કેટલીક બીમારીઓને રોકી શકાય છે.
ક્રેનબેરી
અત્યારસુધીમાં કરવામાં આવેલા કેટલાક સર્વેમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે ક્રેનબેરી ખાવાથી બ્રેસ્ટ કેન્સર અને હૃદયને લગતી બીમારી થવાનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ ક્રેનબેરી ખાવાથી યૂટીઆઈ એટલે કે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સમસ્યા જે મહિલાઓમાં ખૂબ સામાન્ય છે તેની સારવાર પણ થઈ શકે છે. મહિલાઓને રોજ 1 ગ્લાસ ક્રેનબેરીનો જ્યૂસ પીવો જોઈએ.
પાલક
પલક એકમાત્ર એવું શાકભાજી છે જેને વધારે માત્રામાં મહિલા પસંદ નથી કરતી, પરંતુ પલકમાં વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. મહિલાઓએ પોતાના ડાયટમાં તેને સામેલ કરવી જોઈએ. પાલકમાં મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે અને આ એક સુપરફૂડ છે જે પીરિયડ્સ પહેલા થનારા પીએમએસના લક્ષણો જેમ કે સોજો, બ્રેસ્ટ ટેન્ડરનેસ, બ્લોટિંગ અને વેટ ગેનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
અખરોટ
મોટા-મોટા નિષ્ણાતોનું માનીએ તો અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડની સાથે એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઈટોસ્ટેરોલ્સ ભરપૂર માત્રામાં હોય છે અને આ ત્રણેય બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે. ઓમેગા-3ની ઉચ્ચ માત્રા હાડકાઓનું સ્વાસ્થ્ય, આર્થરાઈટિસ અને ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ અખરોટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોલિક એસિડ પણ હોય છે. આ બધા ન્યૂટ્રિએન્ટ્સ મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારા છે.
ઓટ્સ
મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે ઓટ્સ સુપરફૂડ છે કારણ કે તે મહિલાઓના હૃદયને હેલ્ધી રાખે છે. ડાઈઝેશનને સારૂં બનાવે છે અને બ્લડ પ્રેશરના લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ ઓટ્સમાં વિટામિન બી 6 પણ હોય છે જે પીએમએસના લક્ષણો અને મૂડ સ્વિંગ્સની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ઓટ્સમાં ફોલિક એસિડ હોય છે, જે પ્રેગ્નેન્સી દરમિયાન બાળકોમાં થનારા કોઈ પણ પ્રકારના જન્મ દોષની તકલીફને દૂર કરે છે.
દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ
વિશ્વભરમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક સમસ્યા સૌથી વધારે જોવા મળે છે અને તે છે કેલ્શિયમની ઉણપ. કોઈ પણ ઉંમરની મહિલા માટે દૂધ પીવું જરૂરી છે. દૂધ અને દૂધમાંથી બનતા ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમની ભરપૂર માત્રામાં હોય છે. તેવામાં જ્યારે દૂધને વિટામિન ડી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો ઓસ્ટિયોપોરોસિસને દૂર કરવામાં મદદ કરે છે. જો કે એક હાલમાં એક સ્ટડીમાં તે વાત સામે આવી છે કે વધારે દૂધ પીવાથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક થઈ શકે છે. તેથી દૂધ પીઓ પરંતુ વધારે પડતું નહીં.
ટામેટાં
મહિલાઓની સ્વાસ્થ્ય માટે એક તત્વ ખૂબ જ જરૂરી છે અને તે છે લાઈકોપીન. ઘણા સ્ટડીઝમાં તે વાત સાબિત પણ થઈ ચૂકી છે કે લાઈકોપીન, બ્રેસ્ટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. આ સિવાય લાઈકોપીન હાર્ટ ડિસીઝના ખતરાથી પણ બચાવે છે. આ સિવાય લાઈકોપીન હાર્ટ ડિસીઝના ખતરાથી પણ બચાવે છે. લાલ ટામેટાને ડાયટમાં સામેલ કરવાથી મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થશે.
બ્રોકલી
બ્રોકલી એક એવી શાકભાજી છે જે કેન્સરના ખતરાથી બચાવવામાં મદદ કરે છે. તમારામાં રૂટિન ડાયટમાં બ્રોકલીને સામેલ કરશો તો વધારે સારૂં રહેશે. ઘણા સ્ટડીઝમાં આ વાત સામે આવી છે કે, બ્રોકલીમાંથી મળતા કેમિકલ સલ્ફરોફેન, લ્યૂકેમિયા અને મેલાનોમા જેવા કેન્સર સેલ્સને મારવામાં મદદ કરે છે. 1 કપ બ્રોકોલીમાં ડેઈલી વિટામિન સીની જરૂરિયાતનો 135 ટકા ભાગ મળી જાય છે.
બીટ
બીટમાંથી ઘણા પોષક તત્વો મળે છે જેને પણ ડાયટમાં સામેલ કરવું જોઈએ. બીટમાં ફાઈબર, ફોલેટ, વિટામિન બી9, મેગ્નીશિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવી છે અને આ તમામ ન્યૂટ્રિએન્ટ્સ ન્યૂમોનિયાના ખતરાને ઓછો કરે છે. 1 ગ્લાસ બીટનો જ્યૂસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.