ભારતની જનતાને સાવચેત રહેવા માટેનો સમય આવી ગયો છે. 21 દિવસ પહેલા એટલે કે 2 ડિસેમ્બરના રોજ ભારતમાં ઓમિક્રોન(Omicron)નો પહેલો કેસ નોંધાયો હતો. ત્યારથી આજે કુલ કેસનો આંકડો 300ને પાર પહોંચી જતા હવે જનતા માટે કપરો સમય આવી ગયો છે.
17 રાજ્યોમાં ફેલાઈ ચુક્યો છે ઓમિક્રોન:
હાલમાં 17 રાજ્યોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાયો છે. તમિલનાડુમાં ગુરુવારના રોજ ૩૩ નવા કેસ સામે આવ્યા હતા. કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 નવા કેસ મળી આવતા હાહાકાર મચ્યો છે. સાથે જ દેશમાં આ વેરિએન્ટમાંથી સંક્રમણના કુલ કેસોની સંખ્યા 300ને પાર કરી ગઈ છે.
કેન્દ્ર સરકારની રાજ્યોની બીજી ચેતવણી:
ભારતમાં ઓમિક્રોન હવે ગંભીર સ્તરે પહોંચી જતા કેન્દ્ર સરકારે રાજ્યોની બીજી વાર મોટી ચેતવણી આપીને કહ્યું છે કે, નાઈટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી સલાહ
તહેવારો પહેલા નાઈટ કર્ફ્યુ અને બીજા પ્રતિબંધો લાગુ પાડવામાં આવે. ભીડે ભેગી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, કોરોના ક્લસ્ટર પર નજર રાખવામાં આવે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.
જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.