હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને મળશે સ્થાનિક આદિવાસી મહિલાઓના હાથે બનેલું સ્વાદિષ્ઠ સ્થાનિક ભોજન

ગુજરાત(gujarat): સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા એકતાનગર ખાતે એકતા મહિલા મંડળનાં સૌજન્યથી ફૂડ કાઉન્ટર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે પ્રમાણે એકતાનગરના ત્રણ સ્થળોએ…

ગુજરાત(gujarat): સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા એકતાનગર ખાતે એકતા મહિલા મંડળનાં સૌજન્યથી ફૂડ કાઉન્ટર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે પ્રમાણે એકતાનગરના ત્રણ સ્થળોએ એકતા મહિલા મંડળના બહેનો દ્વારા રાહત દરે TAKE AWAY ફૂડ પેકેટ વિતરણ કરશે, આ સુવિધા શરૂ કરવામાં આવતા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ લાભ લઇ શક્શે.

એકતાનગર ખાતે આવેલ એકતા ફૂડ કોર્ટ, શ્રેષ્ઠ ભારત ભવન હેલ્પડેસ્ક અને વેલી ઓફ ફ્લાવર-ભારત વન ખાતે આ સુવિધા ઉભી કરવામાં આવી છે અને આગામી સમયમાં પ્રવાસીઓ તરફથી યોગ્ય પ્રતિભાવ મળેથી વધુ કાઉન્ટર શરૂ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે. 2 પ્રકારના TAKE AWAY ફૂડ પેકેટ આ કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. જેમાં પૂરી/થેપલા, લાડુ/ચિક્કી,રાગી પાપડી,ફુલવડી,છાસ,અથાણું, લસણની ચટણી અને પાણીની બોટલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે SOUADTGAનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યુ હતુ કે, એકતાનગર ખાતે આવનાર પ્રવાસીઓને રાહત દરે ભોજનનો લાભ મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને સ્થાનિક આદિવાસી બહેનોનાં સ્વસહાય જુથ એકતા મહિલા મંડળ ભોજન તૈયાર કરીને વિતરણ કરવાની સેવા આપશે જેથી આ થકી તેઓને સક્ષમ રોજગારી મળી શકે અને પ્રવાસીઓને ભોજન મળી શકે.આગામી રજાઓના દિવસોમાં ફૂડ કાઉન્ટરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે જેથી પ્રવાસીઓને કોઇ પણ પ્રકારની તકલીફ વિના ભોજનની સુવિધા ઉપલબ્ધ થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *