સુરત સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખું હોલિકા દહન, ગુટખા-સિગારેટ અને તંબાકુ સળગાવી લોકોને વ્યસન મુક્તિ જાગૃતિ ફેલાવી

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના કતારગામ સ્વામિનારાયણ ગુરુકુળ(Katargam Swaminarayan Gurukul)માં અનોખી હોળી એટલે કે, ગુટખા સિગરેટ(Cigarettes) તંબાકુને સળગાવી હોળી કરવાનું આનોખું આયોજન કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ખાસ બાળકો(Children) અને તેના માતા પિતા(mother-father)ને વ્યસન મુક્તિના સંદેશા સાથે સાથે કેન્સર મુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, સુરતમાં યુવાનોમાં વધી રહેલા નશાનું ચલણ એક ચિંતાનો વિષય બની ગયો છે. નશીલા પદાર્થથી માનવી કેવી રીતે પીડાય છે. તે પણ પૂતળા વડે દર્શવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર દર વર્ષે જાગૃતિ અભિયાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. છતાં યુવાધન આ કિચડમાં પ્રતિ દિવસ વધુને વધુ ફસાતો હોય એ આંકડા જણાવે છે. ગુરુકુળ સ્કૂલમાં હજારો વિધાર્થી અભ્યાસ કરે છે. દરેકનો સંકલ્પ એક જ છે. સુરતને જ નહીં પણ આખા દેશને નશા મુક્ત બનાવવા માટે કામ કરીશું.

વધુમાં જણાવતા કહ્યું કે, 2019ની વર્ષમાં વૈદિક હોળી સાથે સુરત શહેરમાંથી શરૂ થયેલી ઝુંબેશને દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં સહર્ષ આવકાર મળી રહ્યો છે. સંકલ્પયાત્રાને સુરતવાસીઓ દ્વારા શાનદાર સ્વીકૃતિ આપવામાં આવી છે. ગુરુવારે સાંજે ઠેરઠેર હોલિકા દહનના કાર્યક્રમો સાથે જ પર્યાવરણના જતન અને ગૌવંશના સંવર્ધન, સ્વાવલંબન અને નશામુક્ત યુવાધન માટે પણ અનેરો સંદેશો આપવામાં આવશે.

ગયા વર્ષે કોરોના મહામારીના ગ્રહણ સામે આ વર્ષે શહેરીજનોમાં સ્વયંભૂ જાગૃતિ આવતા ગૌશાળાઓ દ્વારા બે થી ત્રણ ગણી વધુ ગોબરસ્ટીક બનાવવામાં આવી હતી. હોળી તહેવારના અઠવાડિયા પહેલાથી જ ઇન્ક્વાયરીનો મારો જોવા મળ્યો હતો. આ સાથે જ ગુરુવારે વરાછા, અમરોલી, કતારગામ, અડાજણ, ઉધના સહિતના વિસ્તારોમાં વૈદિક હોળી ઉજવાશે. આ નિમિત્તે ગૌશાળા, ગૌપ્રમીઓ દ્વારા ફરીવાર હોળી તો વૈદિક જ પ્રગટાવવાની અને પ્રહલાદની જેમ પર્યાવરણ બચાવવાની અરજ કરવામાં આવી છે.

આ અંગે ગૌશાળા, ગૌપ્રેમીઓના જણાવ્યા અનુસાર, ગૌમયકાષ્ઠથી તૈયાર થતી વૈદિક હોળી પ્રગટાવવાથી ગૌવંશના સ્વાવલંબનનો સંદેશ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પર્યાવરણને પણ લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે જોઇએ તો, ગૌમયકાષ્ઠ પ્રગટાવવાને કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વાતાવરણમાં ઇથીલીન ઓક્સાઇડ, પોપીલીન ઓક્સાઇડ છૂટા પડે છે. ઓપરેશન થિયેટરમાં બેક્ટેરિયાનો નાશ કરવા આ બન્ને ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. આમ, પર્યાવરણની સુરક્ષા માટે પણ વૈદિક હોળી લાભદાયી સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *