આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક દવા બનાવતી કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ગુરુવારે સવારે થઈ. ત્યારબાદ આખા શહેરમાં તણાવનો માહોલ છે. હજુ પણ પરિસ્થિતિ નિયંત્રણમાં નથી. સ્થાનીય પ્રશાસન અને નૌસેનાએ ફેક્ટરીના આસપાસના ગામોને ખાલી કરાવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આર આર venkatapuram માં સ્થિત વિશાખા એલજી પોલીમર કંપની માંથી ઝેરી ગેસનું લીકેજ થયું છે. આજે ઝેરીલા ગેસના કારણે ફેક્ટરીના ત્રણ કિલોમીટર આસપાસનો વિસ્તાર પ્રભાવિત છે. હાલમાં પાંચ ગામને ખાલી કરાવવામાં આવ્યા છે, સેંકડો લોકોને માથાનો દુખાવો ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
ત્રણ લોકોના મૃત્યુ, 20 ની હાલત ગંભીર
સરકારી હોસ્પિટલમાં ત્રણ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે 20 લોકો ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જેમાં મોટાભાગે વૃદ્ધો અને બાળકો છે.જણાવવામાં આવી રહ્યું છે કે સરકારી હોસ્પિટલમાં 170 લોકોને દાખલ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ઘણા લોકોને ગોપાલપુરના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
Pvc કે સ્ટરેન ગેસનું લીકેજ
વિશાખાપટ્ટનમના નગર પાલિકા કમિશનરે કહ્યું છે કે શરૂઆતના રિપોર્ટમાં ગેસની લીકેજ થઈ છે. લીકેજ ની શરૂઆત સવારે અઢી વાગ્યે થઈ.ગેસ લીકેજની ઝપેટમાં આસપાસના સેંકડો લોકો આવી ગયા છે અને ઘણા લોકો બેહોશ થઈ ગયા છે જ્યારે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ જણાઈ રહી છે.
જોકે ગેસ લીકેજ નું અસલી કારણ હજુ પણ સામે નથી આવ્યું.હાલમાં ઘટનાસ્થળ પર વિશાખાપટ્ટનમના જિલ્લા અધિકારી વિનય ચંદ પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે બે કલાકની અંદર પરિસ્થિતિને નિયંત્રણમાં કરી લેવામાં આવી છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમને ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
ઘટનાસ્થળ પર એનડીઆરએફની ટીમો પણ હાજર રહી છે અને ગામમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારી લોકોને ઘરમાંથી બહાર નીકળવાની અપીલ કરી રહ્યા છે અને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોને પ્રભાવિત વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news