બેજવાબદાર પ્રાઇવેટ લેબોરેટરીઓએ કેટલાય નેગેટીવ લોકોને કોરોના પોઝીટીવ કહી ધંધે લગાડી દીધા

કોરોના કાળમાં જ્યારે આખો દેશ મહામારી સામે લડાઇ લડી રહ્યો છે, ત્યારે એવામાં કેટલાક પ્રાઇવેટ લેબોરેટરીઓએ તેને કમાણીનું સાધન બનાવી લીધું છે. આ પ્રાઇવેટ લેબ…

કોરોના કાળમાં જ્યારે આખો દેશ મહામારી સામે લડાઇ લડી રહ્યો છે, ત્યારે એવામાં કેટલાક પ્રાઇવેટ લેબોરેટરીઓએ તેને કમાણીનું સાધન બનાવી લીધું છે. આ પ્રાઇવેટ લેબ દર્દીઓના ICMR ના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી ખોટી રીતે સેમ્પલ ભેગા કરી તેમનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. જે લોકો કોરોના નેગેટિવ છે તેમને આ લેબોરેટરી પોઝિટિવ જણાવી રહી છે. ફક્ત થોડા રૂપિયા માટે લોકોનો જીવ જોખમમાં મુકી રહી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિલ્હી પાસે આવેલા નોઇડામાં એવા 20થી વધારે લોકો છે જેને સામાન્ય તાવ, ઉધરસ અને શરદી ની ફરિયાદ હતી. આ તમામ લોકોએ ઈલાજ માટે પોતાના ઘર નજીક આવેલા પ્રાઇવેટ ડોક્ટર પાસે ગયા. જ્યાં તેમને કોરોનાની શંકા જણાવી ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી. આ લોકોએ પ્રાઇવેટ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યા. કેટલાક લોકોના ઘરે જઈને સેમ્પલ લેવામાં આવ્યા.

બાદમાં માલૂમ પડ્યું કે તમામ લોકો નો રિપોર્ટ પોઝિટીવ છે. ત્યારબાદ આ લોકોને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રેટર નોઇડા શારદા હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા. તેમની બીજી વખત તપાસ કરવામાં આવી. હેરાન કરનારી વાત તો એ છે કે લગભગ 20થી વધારે લોકો નો રિપોર્ટ નેગેટિવ આવ્યો. જેનાથી નોઈડા પ્રશાસનમાં હડકંપ મચી ગયો.

તપાસમાં ખબર પડી કે કેટલીક પ્રાઇવેટ લેબોરેટરીના કર્મચારીઓ લોકોના ઘરે જઈને ખોટી રીતે સેમ્પલ ભેગા કરી રહ્યા હતા. તેમણે સેમ્પલ નું તાપમાન જાળવ્યું ન હતું જેનાથી ખોટો રિપોર્ટ આવ્યો. એટલે કે જે લોકોના નેગેટિવ હતા તેમને પોઝીટીવ જણાવવામાં આવ્યા. માત્ર થોડા પૈસાની લાલચમાં લોકોના જીવન સાથે રમત રમનાર આ લેબોરેટરી ઓના નામ છે- 1. લાઈફ લાઈન લેબ, 2. મોર્ડન લેબ, 3. સ્ટાર ઇમેજિંગ લેબ, 4.oncqest lab, 5.Accuris lab.

આવી છ લેબોરેટરી ની જાણકારી નોઈડા પ્રશાસનને મળી ચૂકી છે, જેના વિરુદ્ધ ટૂંક સમયમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આમાંથી એક લેબોરેટરી વિરુદ્ધ તો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે.

હકીકતમાં આ તમામ લેબોરેટરીઓ દિલ્હી અને ગુરુગ્રામના અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે. આ લેબોરેટરી ના કર્મચારીઓ મોટરસાયકલ દ્વારા લોકોના ઘરે જઈ સેમ્પલ ભેગા કરે છે. તેમની પાસેથી એક ટેસ્ટના ચારથી પાંચ હજાર રૂપિયા વસુલવામાં આવે છે. આટલી મોટી રકમ વસુલ કર્યા બાદ પણ લોકોના જીવન સાથે રમત રમવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *