ટોયોટા આ વર્ષે જૂનમાં નવી કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવા જઈ રહી છે. ટોયોટાએ D22 કોડનેમવાળી કાર વિશે વધુ માહિતી આપી નથી. અહેવાલ છે કે, SUV બજારમાં પ્રવેશ્યા પછી તેને Hyryder કહેવામાં આવશે. આ SUV હાઇબ્રિડ એન્જિનથી સજ્જ હશે. જ્યારે લોન્ચ થશે, ત્યારે તે હ્યુન્ડાઈ ક્રેટા, સ્કોડા કુશક, કિયા સેલ્ટોસ અને વોલ્સવેગન તાઈગુન જેવી અન્ય કારને સખત સ્પર્ધા આપશે.
Hyryder SUVને ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવી છે. જોકે, કાર વિશે વધુ માહિતી સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે, Hyryder 1.5-liter નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવશે. આ SUV ટોયોટાના TNGA-B પ્લેટફોર્મના લોકલ વેરિઅન્ટ પર આધારિત હશે. Yarisની જેમ Hyryderને પણ એક એન્જિન અને નાનું બેટરી પેક મળશે.
યારિસ ક્રોસની હાઇબ્રિડ પાવરટ્રેનને કારણે ટોયોટા 26 kmpl કરતાં વધુની માઇલેજનો દાવો કરે છે. વિશેષતાઓની દ્રષ્ટિએ, Hyryder ને હેડ-અપ ડિસ્પ્લે (HUD), 360-ડિગ્રી કેમેરા, સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, કનેક્ટેડ કાર ટેક અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ટોયોટા મધ્યમ કદની SUVને ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) સ્યુટ સાથે લોડ કરી શકે છે.
નવી Toyota Hyder SUV હાઇબ્રિડ પાવરટ્રેન સાથે આવશે. જેમાં હળવા અને મજબૂત હાઇબ્રિડ ટેક્નોલોજીવાળા બે પેટ્રોલ એન્જિનનો સમાવેશ થશે. બાદમાં પેટ્રોલ હળવા હાઇબ્રિડ સેટઅપ કરતાં વધુ શક્તિશાળી અને બળતણ કાર્યક્ષમ હશે. મારુતિ સુઝુકી પણ આ પછી Hyryder જેવી હાઇબ્રિડ લોન્ચ કરશે. બંને કારમાં સમાન ડિઝાઇન તત્વો જોવા મળશે. જોકે, મારુતિની આવનારી કોમ્પેક્ટ એસયુવી Hyryder કરતાં અલગ દેખાવાની અપેક્ષા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.