સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણનો વિરોધ, બેન્ક કર્મચારીઓએ કાઢી રેલી – જિલ્લા કલેકટરને આપવામાં આવશે આવેદનપત્ર

સુરત(ગુજરાત): બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજે અને આવતીકાલે રાષ્ટ્રીયકૃત બેંકોમાં બે દિવસીય હડતાળ રહેશે. વનિતા વિશ્રામ(Vanita Vishram)થી જિલ્લા કલેક્ટર કચેરી(District Collector’s Office) સુધી કર્મચારીઓ દ્વારા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરકારની કામદાર વિરોધી નીતિઓનો વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 28 અને 29 તારીખે દેશભરમાં વિરોધ પ્રદર્શન થશે.

બેંક યુનિયનો(Bank unions) બેંકિંગ લોઝ એમેન્ડમેન્ટ બિલ 2021 સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના પણ છે.  બેંકના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસીય હડતાળ ઉપરાંત રેલ્વે, રોડવેઝ, વિજળી અને ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ પણ હડતાલમાં ભાગ લેશે.

કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે ભારતનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.  આ દરમિયાન, બેંકિંગ સેવાઓ બંધ થવાને કારણે બેંકિંગ યુનિયનોને પણ અસર થઈ છે. હડતાળમાં ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયને સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે.

દેશમાં 44 લેબલ લો હતા. તેને દૂર કરીને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 3 લેબલ લો કરી દેવામાં આવ્યા છે. જેના કારણે મજૂર વર્ગને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમને રોજિંદુ જે વેતન મળવું જોઈએ તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે.  જેના કારણે તેઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા બેંકોનું ખાનગીકરણ કરીને તેને અટકાવવી જોઈએ. તેમજ શ્રમ કાયદા અનુસાર દરેક કર્મચારીને ઓછામાં ઓછા 21,000 રૂપિયા મળવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *