ગુડી પડવા નિમિતે સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને કરાયો પરંપરાગત ભવ્ય શણગાર- અહીં ક્લિક કરી કરો LIVE દર્શન

Salangpur Dham Kstabhanjan Dev Decoration: બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે ગુડીપડવા તેમજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસ નિમિતે દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.આ સાથે જ મંદિરના પટઆંગણમાં(Salangpur Dham Kstabhanjan Dev Decoration) મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે તેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.

પરંપરાગત દિવ્ય શણગાર કરવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે ગૂડીપડવા તેમજ નવરાત્રીના પ્રથમ દિવસ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પરંપરાગત દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.તેમજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ સાથે જ શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
બીજી તરફ મંદિરના પટઆંગણમાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.