સોશિયલ મીડિયામાં અનેકવાર સવાલ ઉઠે છે કે, કાયદા માત્ર જનતા માટે છે, પોલીસવાળાને તેનાથી કોઇ ફરક નથી પડતો. પરંતુ ઉત્તર પ્રદેશના લખનૌમાં 305 પોલીસકર્મીના કાયદાભંગને કારણે ચલણ ફાડવામાં આવ્યા હતા. વાત એવી છે કે, લખનૌમાં 305 પોલીસકર્મીઓનું ચલણ ફાડવામાં આવ્યું, જેઓ હેલમેટ વગર ટુવ્હીલર ચલાવી રહ્યા હતા. આ 305 પોલીસકર્મીમાંથી 155 તો ટ્રાફિક પોલીસકર્મી જ હતા.
આ પોલીસકર્મીઓમાં પુરુષ અને મહિલા પોલીસકર્મી સહિત સબ ઇન્સ્પેક્ટર સુધીના રેન્કના પોલીસકર્મીઓનું પણ ચલણ ફાડવામાં આવ્યું હતું. આ અભિયાન શુક્રવારના રોજ ચલાવવામાં આવ્યું છે. લખનૌમાં ચારબાગથી પોલિટેક્નિક સુધી 10 કિલોમીટર લાંબા રસ્તા પર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે 305 પોલીસકર્મી સિવાય 3117 લોકોનું પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ચલણ ફાડ્યું હતું.
આ અંગે UPના DGP ઓ.પી.સિંહે કહ્યું હતું કે, પોલીસકર્મીઓને ઉદાહરણ આપીને નેતૃત્વ કરવું જોઇએ. એટલા માટે અમે પોલીસ લાઇનમાં આ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો હતો, જેમાં કેટલાય લોકોને હેલમેટ પહેર્યા વગર ગાડી ચલાવતા પકડવામાં આવ્યા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે, આ અભિયાન સતત ચાલતું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.